સુરતઃ ગણેશજીની આરતી કરી હાર્દિક પટેલે લોકતંત્રની લડાઈ માટે કર્યું આહ્વાન

સુરતઃ અમદાવાદમાં ઉપવાસ કર્યા પછી હાર્દિક પટેલે પહેલીવાર સુરતમાં જનસભાને સંબોધન કર્યું હતું. નોંધનીય છે કે ઉપવાસ પછી હાર્દિકે સમગ્ર ભારતમાં લોકતંત્રની સૌથી મોટી લડાઈ લડવાનું આહ્વાન કર્યું છે. સુરતમાં હાર્દિક પટેલે ગણેશ ઉત્સવના પવિત્ર તહેવાર પર કિરણ ચોકમાં ભગવાન ગણેશના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને સરકાર સામે વધુ તાકાતથી લડવા માટે આહ્વાન કર્યું હતું.

હાર્દિક પટેલે ‘ભક્તિ મેં શક્તિ’ નામની જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારોની હાજરી જોવા મળી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલ સુરતના ડિંડોલી વિસ્તારમાં ઉત્તર ગુજરાતના પાટીદાર સમુદાયની મહિલા શક્તિને પણ સંબોધન કર્યું હતું.

પોતાના સંબોધન દરમિયાન હાર્દિકે જણાવ્યું હતું કે ગામે ગામ ભાજપ સરકાર સામે મહિલાઓને જાગૃત કરવી પડશે. ખેડૂતોનું દેવું માફ અને આરક્ષણની માગણી વધારે મજબૂત કરવી પડશે. સભામાં હાજર રહેલી દરેક મહિલાઓએ એક જ સૂરમાં કહ્યું હતું કે હવે આપણે લડાઈ ઝડપી બનાવવી પડશે.

હાર્દિક પટેલે એ પણ કહ્યું હતું કે,’આ અમારી શક્તિ કે તાકાત નથી. આ સંપૂર્ણ લોકક્રાંતિની એક ઝલક છે. આ ક્રાંતિ જનતાને પોતાના અધિકાર સુધી પહોંચાડશે.’

આ ઉપરાંત હાર્દિક પટેલે હુંકાર કરતા કહ્યું હતું કે જનતા જ પોતાનો પાવર બતાવશે. આ તો માત્ર ટ્રેલર જ છે.

સુરતમાં હાર્દિક પટેલ જે આંદોલનકારીઓને જેલમાં બંધ કરવામાં આવ્યાં છે. તેમના પરિવારને પણ મળ્યો હતો.

તેણે ભાજપ સરકાર સામે પ્રહાર કરતાં કહ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારે આંદોલનકારીઓને તોડવા માટે તેમજ તેના મૌલિક અધિકારોથી વંચિત રાખવા માટે પોલીસની મદદ લીધી છે. જે સંવિધાન વિરુદ્ધ છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here