AhmedabadGujaratNewsPolitics

સોલા સિવિલના બદલે કઈ હોસ્પિટલમાં સારવાર મળે તેવી હાર્દિક પટેલે માંગ કરી, જાણો

અમદાવાદઃ 14માં દિવસે તબિયત લથડતા હાર્દિક પટેલને હોસ્પિટલમાં ખસેડાયો છે. હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાર્દિકને તેના ઘર ગ્રીનવુડ રિસોર્ટમાંથી એક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  સોલા સિવિલ ખાતે  હાર્દિકની સારવાર માટે ડોક્ટરનો મોટો કાફલો ખડે પગે છે. હાર્દિકને પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં ડોક્ટરોની ટીમ તેની પ્રાથમિક તપાસ કરી રહી છે.  સોલા સિવિલમાં ખસેડાયા પહેલા હાર્દિક સાથે ખોડલધામના નરેશ પટેલા હાર્દિક પટેલ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

હાર્દિક પટેલે SGVP ગુરુકુલ ખાતે સારવાર મળે તેવી કરી માંગ

સુત્રોના સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા હાર્દિક પટેલની હાલત સ્થિર હોવાનું ડોક્ટરો જણાવ રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલ સોલા સિવિલ હોસ્પિટલમાંથી જવાની માંગણી કરી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલનું અંત વધુ હોવાથી સરખેજ- ગાંધીનગર હાઇવે ઉપર આવેલી SGVPમાં જવાની હાર્દિક પટેલ માંગણી કરી રહ્યો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે હાર્દિક પટેલનું કહેવું છેકે SGVP નજીક હોવાથી સહ કન્વીનરોને તકલીફ ઊભી ન થાય તે માટે SGVP ગુરુકુળમાં સારવાર માટે ખસેડવા માંગણી કરી રહ્યો છે. જોકે, આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

હોસ્પિટલમાં દાખલ થયા બાદ હાર્દિક પટેલનું પહેલું ટ્વીટ

હોસ્પિટલમાં દાખલ થયા બાદ હાર્દિક પટેલે પહેલી વખત ટ્વીટ કર્યું છે. જેમાં તેણએ જણાવ્યું છે કે, “આમરણાંત ઉપવાસ આંદલનના 14માં દિવસે મારી તબિયત બગડવાના કારણે મને અમદાવાદની સોલા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. કિડનીને નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે. હજી સુધી ભાજપવાળા ખેડૂતો અને સમાજની માંગને લઇને તૈયાર નથી

હાર્દિક  સાથે મુલાકાત બાદ જયપાસસિંહે જણાવ્યું કે હાર્દિક પટેલની નાદૂરુસ્ત તબિયતને ધ્યાને રાખી મુલાકાત લીધી હતી. ડોક્ટર અને PAASની ટીમ સાથે અમે સંકલનમા છીએ. અમે હાર્દિકના ખબર અંતર પૂછવા આવ્યા હતા. અહીં બંદોબસ્તની જવાબદારી મારી છે, અમે દરેક ટીમ સાથે કોન્ટેક્ટમાં છીએ.

14માં દિવસે તબિયત વધુ લથડી

અમદાવાદ સોલા સિવિલની મેડિકલ ટીમ હાર્દિક પટેલના મેડિકલ ચેકઅપ માટે પહોંચી હતી. ડોક્ટરોએ હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. તો હાર્દિકે ડોક્ટરોને ફરિયાદ કરી કે તેને હલન-ચલન કરવામાં તકલીફ પડી રહી છે, તથા પેટમાં વધુ દુખાવો તથા ચક્કર આવી રહ્યાં છે. હાર્દિકના પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. જો કે હાર્દિકે વજન કરવાની મનાઇ કરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker