25 ઓગષ્ટના રોજ આમરણાંત ઉપવાસ પર બેસવાના ભાગરૂપે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર સમાજને અનામત આપવાની માંગણી અને ખેડૂતોના દેવા માફી માટે વિજય સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે. મોટા દળવા ગામથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે અને આ યાત્રા સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓમાં ફરશે. સૌરાષ્ટના જેતપુર, ઉપલેટા અને ધોરાજીમાંથી વિજય સંકલ્પ યાત્રા પસાર થશે અને દ્વારકા ખાતે વિજય સંકલ્પ યાત્રાનું સમાપન કરવામાં આવશે. વિજય સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો હાર્દિક પટેલ સાથે જોડાઈ તેવું અનુમાન પણ લગાડવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 25 ઓગષ્ટના રોજ અમદાવાદના નિકોલમાં હાર્દિક પટેલ આમરણાંત ઉપાસવાસ બેસવાનો છે અને તેના ઉપવાસને કેટલું જન સમર્થન તે જોવા માટે વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે કારણકે જ્યારે પણ હાર્દિક પટેલ દ્વારા આંદોલન કરવામાં આવે છે ત્યારે હાર્દિક પટેલને વધારે સમર્થન સૌરાષ્ટ્રના લોકોનું મળે છે. તેથી હાર્દિક પટેલની વિજય સંકલ્પ યાત્રાના જનસમર્થનથી 25 ઓગષ્ટના આમરણાંત ઉપવાસમાં કેટલા લોકોનું સમર્થન મળી શકે છે, તેના અનુમાન માટે આમરણાંત ઉપવાસ પહેલા સૌરાષ્ટમાંથી વિજય સંકલ્પ યાત્રા કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
પાટીદાર અનામત આંદોલનની વાત કરવામાં આવે તો અનામતના મુદ્દા સાથે જે જે લોકો જોડાયેલા હતા. તે લોકો પર પોલીસ કેસ થતા આંદોલનને જે જનાધાર મળવો જોઈએ તે જનાધાર આછો થયો ગયો છે. ત્યારે હવે રાજ્યમાં ખેડૂતોનો પ્રશ્ન પેચિદો બન્યો છે ત્યારે અનામત સાથે ખેડૂતોના દેવા માફીના મુદ્દાને પણ જોડવામાં આવતા આંદોલનને વધારે પ્રમાણમાં જનસમર્થન મળે તેવા હેતુથી વિજય સંકલ્પ યાત્રા કાઢવામાં આવતી હોઈ તેવું લાગી રહ્યું છે