પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની આજે રાજદ્રોહ કેસમાં કોર્ટમાં તારીખ હોવાની હાજર રહેશે. હાર્દિક પટેલ ગત રોજથી સુરતમાં છે. દરમિયાન પાટીદાર વિસ્તાર કતારગામમાં એક સ્નેહમિલનમાં હાજરી આપી હતી. જેમાં પાટીદાર બહેનો દ્વારા હાર્દિકનું સામૈયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાક્ષીઓનું લિસ્ટ રજૂ થયા બાદ વધુ સુનાવણી
પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ જવાનો સામેની ટિપ્પણી બાદ હાર્દિક પટેલ સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. જે-તે સમયે હાર્દિકે કહ્યું હતું કે, બે-ચાર પોલીસવાળાઓને મારી નાખે પણ પાટીદારનો દીકરો મરે નહીં. આ કેસમાં હાર્દિક સામે ચાર્જફ્રેમ થયા બાદ વધુ સુનાવણી ચાલી રહી છે. સાક્ષીઓનું લિસ્ટ રજૂ થયા બાદ હવે આજે આગળની સુનાવણી થશે.
સત્ય માટે લડનારાના વિરોધીઓ વધુ હોયઃ હાર્દિક
હાર્દિક પટેલ કોર્ટમાં હાજરી આપવા માટે ગત રોજથી સુરતમાં છે. દરમિયાન ગત રોજ પાટીદાર અનામત આંદોલનના કાર્યકરોના માતા-પિતાને મળ્યો હતો. અને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ મોતીસરીયા પરિવારના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. જેમાં પાટીદાર બહેનો દ્વારા સામૈયુ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્નેહમિલનમાં હાર્દિક પટેલે સ્નેહમિલનમાં બોલાવવા બદલ આભાર માનતા જણાવ્યું હતું કે, સત્ય માટે લડનારાઓના વિરોધીઓ વધુ હોય છે. આપ સૌએ મને બોલાવ્યો તે બદલ આભાર.