GujaratNewsPolitics

હાર્દિક પટેલનો નીતિન પટેલને ખુલ્લો પત્ર, જાણો શું કહ્યું પત્રમાં

ખાતા ફાળવણી થી નારાજ થયેલા નીતિન પટેલે આજે પોતાના નિવાસસ્થાન પર પ્રેસ કોન્ફરન્સ કરી અને આજે પોતે કામ સંભાળશે તેવી વાત તેમણે કરી હતી. ત્યારે હાર્દિક પટેલે નીતિનભાઇને સંબોધિને એક પત્ર લખ્યો છે. જે નીચે પ્રમાણે છે.

નીતિનભાઈ પટેલ
મંત્રી ગુજરાત સરકાર
નમસ્તે,

આપ દુઃખી છો તે જાણીને હું પણ ઘણો દુઃખી થયો છું. કારણ કે તમે મારા વડીલ છો. તમે ભલે અમારી અનામત અને પ્રજાની મુશ્કેલીની માંગણી સ્વીકારી ન હોય. તમે ભલે અમને જેલમાં મોકલી આપ્યા હોય. તમારી સરકારે ભલે મારા પ્રિયજનો પર લાઠી ફટકારી હોય. તમારી સરકારે ભલે મહેસાણાની માતાઓને ઘરમાં જઈને અપશબ્દો બોલ્યા હોય. તે મારાથી ભૂલાય તેમ નથી. તેમ છતાં પણ હું તમારી સાથે છું. તમને મારો ટેકો છે. તમે જે કરી રહ્યાં છો તે આત્મ સન્માન માટે કરી રહ્યાં છો, તો પછી PAASની લડાઈ પણ આત્મસન્માન માટેની છે. તેને ભલે તમે ટેકો આપ્યો ન હોય, પણ હું મારી સાથે છું. તમે ભલે અમારી સાથે ન રહ્યં હોય, પણ હું મારી ટીમ તમારી સાથે છીએ. અમીત શાહની કુટનીતિ સાથે નથી. તમને ભલે અમને ફેંકાઈ જવાની ચીમકી આપી હોય પણ આ તમારા પક્ષે જ તમારી હાલત ફેંકી દીધા જેવી કરી છે. તમે સન્માનની લડાઈ લડી રહ્યાં છો, અમે પણ સન્માનની લડાઈ લડી રહ્યાં છીએ. તેથી અમે બધા તમારી સાથે છીએ. પણ દિલ્હીની સાથે નથી અને દિલ્હી તમારી સાથે નથી. પણ, કાકા, તમે એટલું તો કહો કે લાઠીચાર્જ કરવાનો હુકમ કરનાર અને તમને ખતમ કરનાર એક જ વ્યક્તિ છે કે નહીં?

તમે જ્યારે હીટલરના ગોબેલ્સ પ્રચારક હતા અને પ્રવક્તા તરીકે તમારી પાસેથી આજ લોકોએ જૂઠા આક્ષેપો અમારી ઉપર કરાવ્યા હતા. એક નહીં અનેક વખત. તેથી સમગ્ર ગુજરાતની પ્રજા અને ખાસ કરીને પાટીદારો તમને ભરપેટ નફરત કરતાં હતા. તમે એજ છો કે જેમણે અમને ખતમ કરવા જનરલ ડાયર અને હીટલરે પઢાવેલી પોપટી ભાષા દિલ્હીના ઈશારે તમે બોલતાં હતા. ત્યારે તમારા સમાજનું આત્મસન્માન ક્યાં ગયું હતું? હવે તે લોકો જ તમારી સાથે એજ ભષામાં વાત કરે છે. આજે પણ કહું છું એ કાકા એ તમારા ક્યારેય ન હતા, કેશુ બાપાના ક્યારેય થવાના નથી. ફોઈ આનંદીબેનના પણ તે હતા નહીં અને થવાના પણ નથી.

ગુજરાતનો દરેક મતદાર ઈચ્છતો હતો કે તમે જે ભાષા અમારી સાથે વાપરી, મારા સમાજ માટે વાપરી ત્યારથી સમાજનો દરેક વ્યક્તિ ઈચ્છતો હતો કે તમે ચૂંટણીમાં હારો, એટલું જ નહીં પણ જનરલ ડાયર પણ એવું જ ઈચ્છતાં હતા. તેમણે મહેસાણામાં પ્રયાસ પણ કર્યા હતા. પણ તમે જનરલ ડાયર કરતાં વધારે તાકતવાર પુરવાર થયા છો. તેથી તમને તમારા ભત્રીજા તરીકે હજુ પણ કહું છું. તમે તૈયાર થઈ જાઓ. જનરલ ડાયર સામે લડવા. તમારા હજાર ગુના જતા કરીને પણ હું તમારી લડાઈ લડીશ. તમે હાકલ કરો. થોડા ધારાસભ્યો તમારી સાથે છે. એટલા પુરતા છે. અગાઉ ભાજપની બે સરકારો આ રીતે જ ગઈ છે. ત્રીજી જાય તો વાંધો નથી. આમેય આ હંગામી સરકાર છે. 2019માં લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ અમિત શાહ ગુજરાતના મુખ્ય મંત્રી હશે, ત્યારે તમે માત્ર પ્રવાસન ખાતું જ સંભાળતા હશો. વિધાનસભા આવી રહી છે. તેમાં તમારી મદદ વગર રૂપાણીનું ખરેલું પાંદડું પણ હલવાનું નથી. તેને તમારી જરૂર છે. તમારે તેમની જરા પણ જરૂર નથી. આમેય આ તમારી છેલ્લી ચૂંટણી છે. લડી દો. પાડી દો. 7 ધારાસભ્યોની જ બહુમતી ધરાવતી સરકારને વિધાનસભામાં બહુમતી મેળવવી પડશે. બાબુભાઈ જશભાઈની સરકાર પણ બહુમતી ન મળતાં જતી રહી હતી. ફરી એક વખત તેવું જ થવાનું છે, ત્યારે તમારી જરૂર ભાજપને છે. તેથી તમે સહેજે ચિંતા ન કરો. તમારી તેમને જરૂર છે, અમે જનરલ ડાયરને પાડી દેવા માગતા હતા હવે તમે પાડી દો.

લી.
આપનો ભત્રીજો
હાર્દિક પટેલ
31 ડિસેમ્બર 2017, સવારે 11 કલાકે
અમદાવાદ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker