અમદાવાદ: પાસના નેતા હાર્દિક પટેલે તોગડિયાને મળ્યા બાદ કહ્યું હતું કે, તેમની સાથે બનેલી ઘટના દુ:ખદ છે. હકીકતમાં હિન્દુત્વ નહીં પરંતુ હિન્દુ નેતા ખતરામાં છે, અને આ ષડયંત્ર નરેન્દ્ર મોદી-અમિત શાહ કરે છે. દેશમાં હિન્દુ નેતાને સાઇડલાઇન કરવામાં આવે છે તે ચિંતાનો વિષય છે. આ એક મોટ હિન્દુ નેતાને ફસાવાનું ભાજપ સરકારનું મોટું ષડયંત્ર છે. જ્યારે પ્રવિણ તોગડિયા લાપતા થયા હતા. અને તેમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો એક પણ ભાજપના અગ્રણીનેતાઓ તેમની મુલાકાત લેવા માટે આવ્યા નથી. કારણ કે હાઇકમાન્ડ દ્વારા તેમને મળવાની ના પાડવામાં આવી છે. તેમ હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું.