હાર્દિક ઉપવાસ છાવણીમાં, DCP પર હાર્દિકને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ

અમદાવાદઃ 16 દિવસથી ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને આજે બપોર બાદ SGVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ હાર્દિક ગ્રીનવૂડ રિસોર્ટ સ્થિત ઉપવાસ છાવણી પહોંચ્યો હતો. ઉપવાસ છાવણી પહોંચ્યા બાદ હાર્દિક ઉપવાસ બેસી ગયો હતો. જો કે અહીં પાસ કન્વીનર નિખિલ સવાણીએ પોલીસ પર ધક્કામુક્કી કરવાનો આરોપ મુકી જણાવ્યું હતું કે, ડીસીપી રાઠોડે હાર્દિકને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. તેમજ ડીસીપી અને હાર્દિક વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ ઘટનાને પગલે મનોજ પનારા પણ ઉપવાસ છાવણીમાંથી દોડીને ઘટના સ્થળે પહોંચ્યા હતા.

મીડિયા કર્મીઓ સાથે પોલીસની ગેરવર્તણૂંક

આ ઉપરાંત પોલીસે હાર્દિક સાથે બોલાચાલી કર્યા બાદ મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તણૂંક કરી હતી. હાર્દિકના આગમનને પગલે ઉપવાસ છાવણી પર પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ ચૂસ્ત કરી હતી અને જેસીપી અને ડીસીપીને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

હાર્દિકનું મેડિકલ ચેકઅપ

આજે એસ.જી.વી.પી. હોસ્પિટલમાં દાખલ હાર્દિકનું પાંચ ડૉક્ટર દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.તેમજ ટેસ્ટ માટે તેના બ્લડ અને યુરિન સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા, જેમાં બ્લડ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, અને થોડું ઇલેક્ટ્રોલાઈટ ઇમબેલેન્સ જોવા મળ્યું છે. જ્યારે B12 અને વિટામિન D પણ ઓછું છે. જેની પણ સારવાર કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે તેનું ડિહાઈડ્રેશન પણ ચેક કરવામાં આવ્યું હતું અને ડિસ્ચાર્જ બાબતે પણ તબીબો સાથે વાત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને રજા આપવામાં આવી હતી

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here