નિયમીત રૂપથી યોગ કરવાથી એક મજબૂત અને લચીલું શરીર, સુંદર ચમકદાર ત્વચા, શાંતિપૂર્ણ મન અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આજે અમે આપના માટે લઈને આવ્યા છે અધોમુખ શ્વાનાસનના ફાયદા. જી હાં, આના નિયમીત અભ્યાસથી આપ કેટલીય શારીરીક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો. અધોમુખ શ્વાનાસન સૂર્ય નમસ્કારનો એક મહત્વનો ભાગ છે અને આ આખા શરીરને મજબૂત બનાવવાની સાથે જ માંસપેશીઓને લચીલી બનાવવામાં પણ મદદ કરે છે.
યોગ એક્સપર્ટ્સ કહે છે કે, અધોમુખ શ્વાનાસન ખભા જકડાઈ જવાની સમસ્યાથી છુટકારો અપાવવામાં અને સ્પાઈનને વધારવામાં અને પગને સીધા રાખવામાં મદદ કરે છે.
અધોમુખ શ્વાનાસનથી થતા ફાયદા
- અધોમુખ શ્વાનાસન કરવાથી મગજ શાંત રહે છે અને દરેક પ્રકારની ચિંતામાંથી મુક્તિ મળે છે
- આ આસનના અભ્યાસથી શરીરમાં રક્ત સંચાર વધારવામાં મદદ મળે છે
- આ આસનના નિયમીત અભ્યાસથી પાચન તંત્ર મજબૂત થાય છે.
- આ આસનથી પ્રભાવિત થનારા અંગોમાં લીવર, કિડની અને સ્પલીન અથવા તિલ્લી પણ શામીલ છે
- હાથ-પગની માંસપેશીઓ મજબૂત બને છે અને તે શરીરનું યોગ્ય સંતુલન બનાવવામાં મદદ કરે છે.