કોરોના રિકવરી બાદ હોય જો આ 6 લક્ષણો, તો ન કરશો નજરઅંદાજ

કોરોના વાયરસમાંથી સાજા થયા બાદ કેટલાક લોકોને અનેક પ્રકારની ગંભીર શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક લોકો એવા હોય છે કે જે આ સમસ્યાને નજરઅંદાજ કરી દે છે અને પરિણામે માઠા પરિણામો ભોગવવા પડે છે. એક્સપર્ટ્સે કોરોના દર્દીઓને રિકવરી બાદ પણ સચેત રહેવાની સલાહ આપી છે. જો તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ તાજેતરમાં જ કોરોનાથી રિકવર થયું હોય તો આપ આ અહેવાલ જરૂર વાંચો. કારણ કે કોરોના રિકવર થયા બાદ આ 6 સમસ્યાઓને નજર અંદાજ કરવી પડી શકે છે ભારે.

હાઈ બ્લડ પ્રેશર

ડાયબિટીસ અથવા તો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત વ્યક્તિઓને કોરોનાથી સાજા થયા બાદ તબિયત પર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે. હાઈ બ્લડ શુગર લેવલ અને પેટમાં દુઃખાવો થતો હોય તો ભૂલથી પણ તેને ઈગ્નોર ન કરશો.

છાતીમાં દુઃખાવો

જો તમને છાતીમાં અથવા ફેફસામાં બળતરા તે ફેફસામાં સોજો અથવા હીટ ઈન્જરીના સંકેત હોઈ શકે છે. કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવનારા આશરે એક તૃતિયાંશ લોકોએ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી એટલે આને ક્યારેય હળવાશથી ન લેશો.

પગનો દુઃખાવો અથવા સોજો

પગમાં દુઃખાવો અથવા તો સોજો આવવો, હાર્ટબીટ વધી જવા અને હાથ-પગમાં કમજોરી અનુભવાવી તે શરીરમાં બ્લડ ક્લોટિંગ સાથે જોડાયેલા સંકેત છે. આ સંકેતોને ગંભીરતાથી જો તમે નહી લો તો આપને હ્યદયને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શ્વાસમાં તકલીફ

જો તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો એનો અર્થ એ છે કે આપના ફેફસા સારી રીતે કામ નથી કરતા. અને જો ફેફસા જેના સારી રીતે કામ ન કરતા હોય તેને જીવનું જોખમ રહે છે. આ પ્રકારના સંકેત એવા લોકોને જોવા મળે છે કે જેમને કોરોનાનું સંક્રમણ વધારે થયું હોય.

ગળામાં દુઃખાવો અને એસિડ રીફલક્સ

ગળામાં દર્દ અને એસિડ રિફલક્સ બંન્ને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ છે અને કોરોનાથી રિકવર થયેલા 60 ટકા જેટલા લોકોને આ તકલીફ થાય છે. જે લોકોમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ રોગની હિસ્ટ્રી છે તેમને આ સમસ્યાઓનું સંકટ વધારે છે.

યાદશક્તિ કમજોર થવી

પોસ્ટ-ટ્રોમૈટિક સ્ટ્રેસ ડિસઓડર એક ચિંતાની વાત છે કે જે વિશેષ રૂપથી એ દર્દીઓમાં જોવા મળે છે કે જેમને કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય. જો તમે તમારી રોજિંદી ક્રીયાઓમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી અનુભવી રહ્યા હોય તો તુરંત જ ડોક્ટરની સલાહ લો.

Scroll to Top