આ પાંચ વસ્તુઓ નું સેવન તમને હમેશા માટે રાખશે યુવાન, સારા સ્વાસ્થ્ય અને ચમકતી સ્કીન માટે જરૂર અપનાવો આ ટિપ્સ

ભાગ્યે જ એવા કોઈ માણસ હશે કે, જે કોઈપણ બીમારી વગર જ લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા ઈચ્છતા હોય. દરેક વ્યક્તિ એવું ઈચ્છતા હોય છે કે, તે બોલીવુડ સેલેબ્સની જેમ હંમેશા યુવાન રહે પરંતુ આના માટે મહેનત પણ ખૂબ જ કરવી પડતી હોય છે.

સામાન્ય રીતે એવા ઓછા લોકો હોય છે કે જે લાંબા સમય સુધી કોઈપણ બિમારી વગર હેલ્ધી સુરક્ષીત જીવન જીવી શકે. આમાં આપની ડાયટ અને વર્કઆઉટ મોટી ભૂમિકા ભજવે છે. આ સિવાય કેટલાક એન્ટી એજિંગ ફૂડ્સ પણ હોય છે કે જે શરીરને અંદરથી સ્વસ્થ બનાવીને આપને લાંબુ જીવન પ્રદાન કરી શકે છે. તો આવો જાણીએ આના વિશે.

એવોકાડોઃ એવોકાડો ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ પોષણથી પણ ભરપૂર હોય છે. એવોકાડોમાં હેલ્ધી ફેટ ઉપસ્થિત હોય છે કે જે શરીરને અંદરથી સ્વસ્થ બનાવી રાખવાની સાથે જ ત્વચાને પણ ચમકદાર બનાવે છે. એવોકાડોમાં વિટામીન-એ પણ હોય છે કે જે આપને કેટલાય પ્રકારના સંક્રમણથી બચાવે છે.

બ્લૂ બેરીઝઃ બ્લૂ બેરીઝમાં વિટામીન-એ અને સી સાથે એંથોસાયનીન હોય છે, જે એન્ટી-એજિંગ એન્ટીઓક્સિડન્ટથી ભરપુર હોય છે. કેટલાક રિસર્ચમાં સામે આવ્યું છે કે, એન્થોસાયનીનની વધારે માત્રા શરીરને કેટલીય બિમારીઓથી બચાવે છે અને ઉંમર વધવા છતા શરીરને જવાન રાખે છે. સાથે જ બ્લૂ બેરીઝમાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે કે જે હ્યદય, કેન્સર અને ન્યુરો સંબંધીત ગંભીર બિમારીઓથી આપને બચાવી શકે છે.

બ્રોકલીઃ બ્રોકલી આપના શરીર માટે દવા સમાન હોય છે. ખાસરીતે વધતી ઉંમર દરમિયાન બ્રોકલીમાં ઉપસ્થિત નિકોટિનમાઈડ મોનોન્યૂક્લિયોટાઈડ આપની માંસપેશીઓ, લિવર અને આંખોને મજબૂતી પ્રદાન કરે છે. આ વજનને સંતુલિત રાખે છે અને સ્ટેમિના પણ વધારે છે અને ઈમ્યુન સિસ્મને પણ વેગ આપે છે.

અખરોટઃ એક સ્ટડી અનુસાર, જે લોકો એક સપ્તાહમાં ત્રણ વાર અથવા તેનાથી વધારે અખરોટ ખાય છે તે લોકો બેથી ત્રણ વર્ષ લાંબુ જીવે છે. નિયમિત રૂપથી અખરોટ ખાવાથી કેન્સર અને હ્યદય સંબંધીત બિમારીઓને દૂર રાખી શકાય છે. અત્યારે આવી બિમારીઓ છે કે જેનું સંકટ ઉંમર સાથે વધી જાય છે.

પાલકઃ પાલક પોષક તત્વોથી ભરપુર હોય છે અને તેમાં કેલરીની માત્રા પણ વધારે હોય છે. પાલકમાં મળી આવતા એન્ટીઓક્સિડન્ટ ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. આયરન સિવાય આમાં મળી આવતા વિટામીન-એ અને વિટામીન-સી સ્કિન સેલ્સ પણ બનાવે છે.

Scroll to Top