‘પોઝિટિવ લાઈફ મનેજમેન્ટ‘ વિષય અંતર્ગત મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ ની ટોક શહેરમાં યોજાઈ હતી . જેમાં તેમને વર્તમાન સરકાર સહીત સમાજ માં ફેલાયેલા કેટલાક મુદા ઉજાગર કાર્ય હતા . જેના મુખ્ય અંશો અહીં રજુ કાર્ય છે.
પટાવાળો બનવા ૧૨ પાસ જોઈએ, નેતા બનવા ભણતર જ ન જોઈએ તે દુઃખદ છે.
આદર્શ રાજ્યવ્યવસ્થા માં ગૃહમંત્રી શ્રેષ્ઠ આર્મી ઓફિસર હોવો જોઈએ.
આદર્શ રાજ્ય વ્યવસ્થામાં શિક્ષણ મંત્રી રાજ્યનો શિશક હોવો જોઈએ, આરોગ્ય મંત્રી સૌથી સારો ડોક્ટર હોવો જોઈએ અને ગૃહ મંત્રી શ્રેષ્ઠ આર્મી ઓફીસર હોવો જોઈએ .
પટ્ટાવાળા માટે ૧૧ પાસ ની લાયકાત અને મંત્રી બનાવ માટે !!!
દેશમાં પટાવાળા માટે ૧૨ પાસની લાયકાત જરૂરી છે પરંતુ મંત્રી બનાવ માટે કોઈ લાયકાત જરૂરી નથી તે ખરેખર દુઃખદ છે, તેઓની સાથેજ પોલિસ અને શિક્ષક બંનેની પરીસ્થિતિ વિકટ છે. તેઓ મજબૂત હશે તોજ દેશો મજબૂત બનશે.
૯૫% છોકરા બીજા દિવસે સ્કૂલે જવાની ના પાડવા માંડે છે.
પહેલા જ દિવસે ગળામાં વોટરબેગ-ટાઈ પહેરાવી બાળક ને સ્કૂલએ મોકલાય છે. બીજા જ દિવસે જ તેઓમાંથી ૯૫% વિદ્યાર્થીઓ સ્કૂલએ જવાની ના પાડે છે. તેઓ સ્કૂલ માં સપનાઓ સાથે જાય છે, તેમને લાગે છે કે તેને પરીઓની વાર્તા સાંભળવા મળશે પણ શાળામાં પરિસ્થિત તદન વિપરીત છે.
ઘેર ઘેર સરદાર પટેલ ઉભા થાય.
સરદાર પટેલ નું સ્ટેચ્યુ બની રહ્યું છે તે આનંદની વાત છે. પરંતુ જો એ જ પૈસા દરેક શાળામાં જિમ બનાવવા વપરાયા હોય તો ઘેર ઘેર સરદાર પટેલ તૈયાર થાત.
સ્કૂલ માંથી પી.ટી ટીચર ઓછા કરાયા
સ્કૂલો માં સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ ના પાઠની સામે પી.ટી ના ટીચર ઓછા કરાયા એટલે જ છેલ્લો બાળક ફરિયાદ કરે છે કે “મજા નથી”, તન તંદુરસ્થ ના હોય ત્યારે મન તંદુરસ્થ નથી હરેતું. જેના કારણે જ યુવાનો હતાશા અને ડિપ્રેશન તરફ દોરાય છે. છેલ્લે આત્મહત્યા કરે છે. તે અત્યંત ગંભીર બાબત છે.
સંસ્કૃતિ અને સંસ્કારો ના વિસરતાં.
સ્વામી વિવેકાનંદ જયારે શિકાગો ની ધર્મ પરિષદમાંથી બહાર નીકળ્યા ત્યારે એક ગોરાએ પૂછ્યું કે આવા શું ભગવા કપડાં પહેરીને આવ્યા છો, સ્વામી વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં વ્યક્તિની પર્સનાલિટી કપડાથી નક્કી કરાય છે જયારે આમારા દેશ માં સંસ્કૃતિ અને સંસ્કાર ના આધારે વ્યક્તિ ની પર્સનાલિટી નક્કી થાય છે.
ઈશ્વર ને સોરી એન્ડ થેંક્યુ કહો.
જીવન ના પહેલા પગથિયે આપણને એવું નથી શીખવાડવા માં આવતું કે ઈશ્વર કોણ છે અને પ્રાર્થના શું છે . જેના કારણે આપણે નાનપણથી પ્રાર્થનામાં પ્રભુ પાસે ભીખ જ માંગીએ છીએ. પ્રાર્થના માં ભીખ નથી માંગવાની, ભીતરથી નિહાળવાના છે .