આમ તો આપણે ગણપતિ, નવરાત્રિ, જન્માષ્ટમી જેવા બધા જ ધાર્મિક તહેવારો આપણી સોસાયટીમાં ઉજવતા હોઈએ છીયે પણ પ્રજાસત્તાક દીવસ અને સ્વાતંત્ર્યતા દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારો ફક્ત સરકારી આયોજન અને શાળા/કૉલેજ પુરતા મર્યાદિત રહી ગયા છે જે આપણાં માટે દુર્ભાગ્યની વાત છે.
નવી પેઢીમાં રાષ્ટ્રભાવના વધે, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીની લાગણી મજબૂત બનેં એ સારુ પ્રજા તરીકે આપણે આપણી સોસાયટીમાં સ્વયંભુ ધ્વજવંદનના કાર્યક્રમ પણ યોજવા જોઈયે..
જાગૃત નાગરિક મંચ, સુરત દ્રારા ધ્વજવંદનનો બિન-સરકારી જાહેર કાર્યક્રમ કરવા અંગે વિચારણા ચાલી રહી છે પણ સરકારના દબાણનાં કારણે મારા જેવા માણસને જગ્યા મળતી નથી. જેમા “જગ્યા મળે” અને અન્ય આયોજન ગોઠવાય એટ્લે જાહેરાત કરવામાં આવશે..
અન્ય દોસ્તોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમારી સોસાયટીમાં અથવા આજુબાજુની સોસાયટી ભેગી મળીને ધ્વજવંદનનો કાર્યક્રમ જરૂર ગોઠવો અને બની શકે તો ધ્વજવંદન કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કોઈ સામાજિક, રાજકીય કે ધાર્મિક વ્યક્તિના હાથે ધ્વજ ફરકાવવાના બદલે નજીકના સફાઈ કામદાર પરિવારમાંથી કોઈ મહિલા સફાઈ કામદારના હાથે ધ્વજવંદન કરાવી મહિલાશક્તિનું અને સફાઈ કામદારનું સ્વમાન સહીત ગર્વભેર સન્માન કરીયે એવી મારી આપને વિનંતી છે.
સમાજ જીવનમાં આપણે જે ગંદકી ફેલાવીયે છીયે તેને નિસ્વાર્થભાવે સાફ કરતા આપણાં જ સમાજજીવનનો હિસ્સો ઍવા સફાઈ કામદારોને મહત્વ આપવાનું આપણે ભુલી ગયા છીયે. આ પોસ્ટ વાંચતો દરેક વ્યક્તિ વિચારે કે જો તેમને મહિને ૨૦,૦૦૦ પગાર આપવામા આવે તો પણ તે ગટરમાં ઉતરવાનું પસંદ કરશે?? વીસ હજારમાં કેટલા લોકો ઝાડુ પકડવા તૈયાર થશે?? કોઈ નહીં ને!!! દોસ્તો ઘર કે શરીર સાફ રાખવું સાવ સહેલું છે પણ રાષ્ટ્રને સાફ રાખવું ખુબ જ મુશ્કેલ છે.
રાષ્ટ્રને સાફ રાખવાનું આટલું મુશ્કેલ કામ કરતા સફાઈ કામદારો આપણાં રાષ્ટ્રને સાફ રાખે છે એટ્લે તેઓને આપણે રાષ્ટ્રવીર તરીકે સંબોધીએ તો અતિશયોક્તિ નથી ત્યારે મારા વ્હાલા દોસ્તો આપણાં રાષ્ટ્રને વંદન કરવાનું અને રાષ્ટ્રને સાફ રાખતાં રાષ્ટ્રવીરોને સન્માનવાનું આવુ સુંદર રાષ્ટ્રીય પર્વ આપણે ધામધૂમથી ઉજવીયે એવી મારી વિનંતી છે.
દરેક મિત્રોને વિનંતી કે અસ્પૃશ્યતા નાબુદીની દિશામાં આપણે આગળ વધીએ અને રાષ્ટ્ર સાથે રાષ્ટ્રવીરોને સન્માનીયે…
ગોપાલ ઈટાલીયા “સાહેબ”ના…
જય સંવિધાન
જય વિજ્ઞાન
જય ભારત