ભારતના પૂર્વ વડાપ્રધાન અને ઈકોનોમિસ્ટ ડો. મનમોહન સિંહની તબીયત સારી નથી તેવા સમયે તેમની ખબર પુછવા આવેલા મનસુખ માંડવીયાની તે સમયની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. તેના કારણે મનમોહન સિંહની પુત્રી દમન સિંહને આ બાબતને લઈને ઘણું ખોટું લાગ્યું હતું. તેમણે ધ ટેલિગ્રાફને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, મારા પેરેન્ટ્સ પક્ષીઘરના પ્રાણી નથી.
નોંધનીય છે કે, મનમોહન સિંહની તબીયત ખરાબ હોવાના કારણે તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તેમની ખબર પુછવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા શુક્રવારના પહોંચ્યા હતા. તેમ છતાં હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડ મુજબ માંડવિયા દ્વારા આ પ્રસંગની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.
આ મુલાકાતના કેટલાક ન્યૂઝ ચેન્લ્સ પર વીડિયો પણ ચલાવવામાં આવ્યા હતા. તેમાં એક તસ્વીર વાયરલ ખૂબ થઈ છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, મનમોહન સિંહ સારવાર લઈ રહ્યા છે, તેમના પત્ની ગુરુશરણ કૌર તેમની પાસે ઉભેલા છે. જ્યારે બીજી તરફ મનસુખ માંડવીયા પણ રહેલા છે. અહીં સુધી કે એઈમ્સના ડાયરેક્ટર ગુલેરિયા પણ એક તસ્વીરમાં જોવા મળ્યા હતા.
જ્યારે આ પ્રસંગને જાહેરમાં શેર કરવામાં આવતા દમને જણાવ્યું કે, મારા પિતા AIIMS માં ડેન્ગ્યુની સારવાર હેઠળ રહેલા છે. તેમની તબિયત સ્થિર રહેલી છે, પરંતુ તેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થયેલી છે. અમે સંક્રમણના જોખમને કારણે ખબર કાઢવા આવતા લોકો પર રોક લગાવી રહ્યા છે. તેની સાથે આરોગ્ય મંત્રી ખબર કાઢવા માટે આવ્યા અને ચિંતા વ્યક્ત કરી હતી તે સારી વાત કહેવાય. તેમ છતાં મારા પેરેન્ટ્સ તે સમયે ફોટો પડાવવાની સ્થિતિમાં નહોતા.
મારી માતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ફોટોગ્રાફરે રૂમમાંથી બહાર જવું જોઈએ, પરંતુ તેમની આ વાતને પૂરી રીતે અવગણના કરવામાં આવી હતી. આ બાબતને લઈને તેઓ ખૂબ જ હેરાન હતા. મારા પેરેન્ટ્સ મુશ્કેલભરી સ્થિતિનો સામનો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ વૃદ્ધ છે. તેઓ પક્ષીઘરના પ્રાણી નથી.