ગત એપ્રિલ માસમાં ગુજરાતની પોપ્યુલર સિંગર કિંજલ દવેએ પવન જોશી સાથે સગાઈ કરી હતી. તાજેતરમાં આ કપલના કેટલાક નવા ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટોઝ કિંજલ અને પવન જોશીના હિમાચલ પ્રદેશના વેકેશન સમયના છે. હાલ કિંજલ, ફિયાન્સ પવન, ભાઈ આકાશ અને પિતા સાથે હિમાચલ પ્રદેશમાં વેકેશનની મજા માણી રહી છે. જ્યાં કિંજલ દવે પરિવાર અને ફિયાન્સ સાથે ખૂબ મસ્તી કરતી જોવા મળે છે. હાલ ફોટોઝ સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવી રહ્યા છે.
કિંજલ દવેએ હિમાચલ પ્રદેશના સિમલા, રોહતાંગ પાસ, મનાલી સહિતના અનેક સ્થળો પર ખૂબ જ મજા માણી હતી. આ ફોટોઝમાં જોવા મળે છે કે કિંજલે કેટલી મસ્તી કરી હતી.
આ સિવાય કિંજલે પોતાના ફિયાન્સ સાથે પણ ખૂબ જ મજા કરી હતી. ઉલ્લેખનીય છે કે, 1 જુનના રોજ કિંજલ દવેના પિતા લલિત દવેનો બર્થ-ડે હોવાથી તેનું સેલિબ્રેશન પણ હિમાચલ પ્રદેશમાં જ કરવામાં આવ્યું હતું.