માનો કે ન માનો, પરંતુ આ વિશ્વમાં સૌથી તાકાતવર કોઈ અહેસાસ હોય તો તે પ્રેમ છે. પ્રેમની આગળ દરેક વ્યક્તિએ ઝુકવું જ પડે છે. જ્યારે વ્યક્તિને પ્રેમ મળે તો દિલ, દિમાગ અને શરીર માનસીક રીતે સ્વસ્થ રહે છે. પરંતુ પ્રેમ મેળવવા માટે બીજા પર નિર્ભર શાં માટે રહેવું જોઈએ. જો આપ પ્રેમ મેળવવા માટે બીજા પર નિર્ભર રહેશો તે દિલ તુટવાનો અને નિરાશ થવાનો ખતરો ખૂબ જ વધારે રહે છે. આપ પોતાની જાતને જ પ્રેમ કરી શકો છો અને તે ખૂબ જ સરળ છે.
પોતાની જાતને જ પ્રેમ કરવો એ ખૂબ જ સરળ છે. જો આપ એકવાર પોતાને પ્રેમ કરવાનું શીખી લેશો તો આપને માનસીક રીતે ખુશ રહેવા માટે બીજાની ક્યારેય જરૂર નહી પડે. આનો અર્થ એ છે કે, આપનું માનસીક સ્વાસ્થ્ય હંમેશા સારુ રહેશે. આવો પોતાની જાતને પ્રેમ કરવાની કેટલીક રીત.
પોતાની જાતને જ પ્રેમ કરવાની પહેલી શરત છે કે, તમે પહેલા તો પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. આપ રોજ એક્સસાઈઝ કરો અને સ્વસ્થ ખાનપાનની આદત પાડો અને ધુમ્રપાન અને શરાબ જેવી અસ્વસ્થ આદતોને છોડી દો.
આ સાથે જ આપે આશાવાદી બનવું જોઈએ. આશાવાદી રહેવાથી આ હંમેશા સકારાત્મક રહો છે. આના કારણે નિરાશા, ટેન્શન, તણાવ અથવા દુઃખ જેવા ભાવો આપને પરેશાન નથી કરી શકતા. આપણા જીવનમાં અડધી બિમારીઓ આ ભાવોના કારણે જ આવે છે.
આપને નિયમીત બોડી ચેકઅપ કરાવવું જોઈએ. દરેક ઉંમર માટે અલગ ટેસ્ટની જરૂર હોય છે.. જે આપના વર્તમાન અને ભવિષ્યમાં થનારી કોઈપણ ગંભીર બિમારી મામલે સમય-સમય પર ખ્યાલ આવી જાય છે.
શરીર અને મગજ બંન્નેને ટેસ્ટની જરૂર હોય છે. કામ કરવું જરૂરી છે પરંતુ એટલું જ જરૂરી આરામ પણ છે. પોતાને પોતાના કામમાંથી એક દિવસનો બ્રેક જરૂર આપો અને એ કામ કરો કે જેમાં આપને ખુશી મળતી હોય. જેવીકે પેઈન્ટિંગ, લખવું, ગીત સાંભળવું, ફરવું, પરિવાર અને મીત્રો સાથે રહેવું વગેરે.