પત્નીના વિયોગમાં વિડીયો બનાવીને પતિએ કરી આત્મહત્યા…

ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં એક યુવકે પિયર જતી રહેલી પત્નીના વિયોગમાં અંતિમ વીડિયો બનાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હાલ સોશિયલ મીડિયામાં પતિનો અંતિમ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

પતી-પત્ની વચ્ચેના સંબંધો પ્રેમ અને લાગણી સાથે જોડાયેલા હોય છે. કેટલાક દંપતિ એવા હોય છે કે જે એક-બીજાથી ક્યારેય રહી શકતા નથી. કેટલીક વાર આ દંપતિઓ એવું પગલું ભરી બેસતા હોય છે કે જેનાથી આખો એક પરિવાર રઝળી પડતો હોય છે.

આવી જ એક ઘટના બોટાદ જિલ્લાના વલ્લભીપુર ગામે બની છે. બનાવની વિગતો અનુસાર, વલ્લભીપુરના વિજયભાઈ મકવાણાએ પત્નીના વિયોગમાં દવા પીને જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા યુવકે પોતાનો અંતિમ વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં યુવક પોતાની વ્યથા ઠાલવી રહ્યો છે.

વિડીયોમાં યુવક કહી રહ્યો છે કે, હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું અને તેના વગર રહી શકું તેમ નથી એટલે જીવન ટૂંકાવું છું. મારા પિતા અને ભાઈને સાચવજો અને તેમને મહેણા મારતા નથી. અત્યાર સુધી તમે બધાએ મને સાચવ્યો છે અને મારુ માન રાખ્યું છે, પણ જો કદાચ મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરશો. આ વીડિયોને બને તેટલો શેર કરજો, જેથી તે મારી પત્ની ભાવુને ખબર પડે કે તારો ઘરવાળો તને કેટલો પ્રેમ કરતો હતો.”

સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દિધો છે. પરંતુ આ ઘટનાના સમાચાર જેવા વહેતા થયા કે તરત જ આ પત્ની સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે.

Scroll to Top