હૈદરાબાદની સાઈબરાબાદ ટ્રાફિક પોલીસે ટ્વીટર પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં ટોલ પ્લાઝા પર પહોંચેલા એક ટ્રક પર કેટલાક લોકો બેઠા હતા. જેવો જ ટ્રક બેરીયરની નજીક આવ્યો કે, બેરિયર ટ્રક પર બેઠેલા લોકો પર પડવા લાગ્યું.
હકીકતમાં સાઈબરાબાદ ટ્રાફિક પોલીસે આ વિડીયો પોસ્ટ કરતા લખ્યું કે, તેજ ડ્રાઈવિંગ અને લોકોને માલવાહક ગાડીઓમાં ભરીને લઈ જવા હંમેશા ખતરનાક હોય છે. પોલીસે આમાં હેશટેગ સેફ્ટીનો પણ ઉપયોગ કર્યો છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે, એક મિની ટેમ્પો ટોલનાકા પર આવીને ઉભો રહે છે. આ ટેમ્પા પર કેટલાક લોકો સવાર છે કે જે બીલકુલ આગળની તરફ બેઠેલા છે. જેવી જ આ ટેમ્પો ટોલ પર આવીને ઉભી રહે છે કે તેની બેરીયર નીચે આવે છે અને ટેમ્પા પર સવાલ લોકોના માથા સાથે ટકરાય છે.
Rash driving and carrying people in goods carriage is always dangerous.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/NlLzbahbjm
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) July 8, 2021
રસપ્રદ વાત તો એ છે કે, બેરિયર એકવાર નથી પરંતુ કેટલીય વાર લોકોના માથા સાથે ટકરાયું. જો કે, આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા નથી થઈ. આ મીની ટ્રક પહેલા એક અન્ય ગાડી ત્યાં પહોંચી હતી પરંતુ તે તેજીથી નીકળી ગઈ.