પુણેના ખેડથી એક જોરદાર વિડીયો અત્યારે સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વડીલ વ્યક્તિ પર અચાનક જ એક ખુંખાર જાનવર આવીને હુમલો કરી દે છે. પરંતુ ત્યાં ઉપસ્થિત એક અન્ય શખ્સે હિંમત દર્શાવતા જાનવરને લાકડીઓ મારીને એ વડીલ વ્યક્તિને બચાવી લીધા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થયો છે.
આ વિડીયોને જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, જો આ શખ્સ સમયસર ન પહોંચ્યો હોત તો પેલા વડીલ બચી ન શકત. તો એક અન્ય યુઝરે કહ્યું કે, વડીલ વ્યક્તિના નસીબ સારા હતા કે પેલો જુવાન ત્યાં પહોંચી ગયો. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, બહુ ઓછીવાર એવું થાય છે કે, આ જાનવર માણસ પર હુમલો કર્યા પછી તેને છોડી દે.
એક વૃદ્ધ વ્યક્તિ પર ખૂંખાર હિંસક પ્રાણીએ કર્યો હુમલો, pic.twitter.com/yy0WQUomwE
— Gujarat Coverage (@gujaratcoverage) September 9, 2021
સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાય વિડીયો લોકોએ શેર કર્યા છે. આપને જણાવી દઈએ કે, વડીલ વ્યક્તિ પર હુમલો કરનાર આ હાયના નામનું ખૂંખાર પ્રાણી બાદમાં મૃત અવસ્થામાં મળી આવ્યું, કારણ કે તે કોઈ સંક્રમણથી પીડિત હતું. કહેવામાં આવે છે કે, આ જગ્યાએ કેટલાય આ પ્રકારના ખતરનાક પ્રાણીઓ ઉપસ્થિત છે. આ પ્રાણીઓ કેટલીય વાર માણસો પર હુમલો કરતા રહે છે.