હવે ઈ-મેમો ના ભર્યો તો વાહન પણ ડિટેઈન થશે અને લાયસન્સ પણ રદ્દ થશે

જૂનાગઢ શહેરમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક કાયદાનો ભંગ કરવાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. પોલીસ વાહન ચાલકોને સબક શિખાડવા માટે ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકો વિરુદ્ધ જૂનાગઢ પોલીસ દ્વારા વાહન ડીટેઈન કરવા તથા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ ચલણની આ વ્યવસ્થામાં કાયદાનો ભંગ કરતા વાહન ચાલકોના ઘરે ઈ મેમો મોકલવામાં આવે છે અને વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ, મોટા ભાગના વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવામાં આવે છે.

પરંતુ કેટલાક વાહન ચાલકો એવા પણ છે કે જેમના દ્વારા ઈ મેમો ભરવામાં આવતો નથી. ઘણા વાહન ચાલકો ઉપર તો, બે અને ત્રણ ત્રણ ઇ મેમો થયા હોવા છતાં, દંડ ભરવા માટે કોઈ ધ્યાન આપતા હવે પોલીસે ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકોના વાહન ડીટેઈન કરવાની તેમજ વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા માટેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે.

વાહન ચેકીંગ દરમ્યાન પસાર થતા વાહનોના નંબર પોલીસ પોતાના મોબાઇલ ફેનમાંથી ચેક કરશે, અને જે તે વાહન ચાલકનુ ઇ-ચલણના દંડની રકમ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઇ ગયેલ હોય અને ભરપાઇ કરેલ નહિ હોય તેવા વાહનચાલકો વિરૂધ્ધ સ્થળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવશે.

Scroll to Top