ઈમ્યુનિટી વધારવા માટે વિટામીન “C” થી ભરપુર છે આ 7 ડ્રિંક્સ

વિટામીન સી એ આવશ્યક પોષક તત્વોમાંથી એક છે કે જે આપણા શરીર માટે આવશ્યક છે. વિટામીન સી ઈમ્યુનિટી વધારવાની સાથે અન્ય કેટલાય સ્વાસ્થ્ય લાભો આપે છે. આ આપની ત્વચાને વધારે સારી બનાવવાનું કામ કરે છે. વિટામીન સી કોલેજન ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. આપ પોતાના દૈનિક આહારમાં વિટામીન સીથી ભરપુર ફૂડ્સ પણ શામિલ કરી શકો છે.

હર્બલ ટી

છેલ્લા કેટલાક વર્ષોમાં હર્બલ ટીએ ખૂબ જ લોકપ્રીયતા મેળવી છે. વિટામીન સીથી ભરપૂર એક કપ હર્બલ ટી બનાવવા માટે આપ આમાં ફુદીનો, ધાણઆ, અજ્વાઈન જેવી સામગ્રી મિક્સ કરી શકો છો. આ શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટના રૂપમાં જાણવામાં આવે છે. આ ફ્રી રેડિક્લસથી થનારા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.

ફળોના રસ

ફળોના રસનો એક તાજો ગ્લાસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. આ ન માત્ર આપને ફ્રેશ રાખે છે પરંતુ આપને આવશ્યક પોષક તત્વો પણ પ્રદાન કરે છે. તરબૂચ, સંતરા, મોસંબી, લીચી અને અનાનસથી બનેલા રસને આપે આપના દૈનિક આહારમાં શામિલ કરવા જોઈએ. આ વિટામીન સીથી ભરપુર હોય છે. આ વજન ઘટાડવામાં આપને ખૂબ જ મદદ કરે છે.

મિલ્ક શેક

એક ગ્લાસ મિલ્કશેક પ્રોટીન અને કેલ્શિયમથી ભરપુર હોય છે. આપ આમાં સ્ટ્રોબેરી, કેરી, સફરજન અથવા કીવી જેવા ફળ પણ મિક્સ કરી શકાય છે. આ વિટામીન સીથી ભરપૂર હોય છે. આ ઈમ્યુનિટી વધારવા અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

અનાનસ

અનાનસ વિટામીન સીનો એક સમૃદ્ધ સ્ત્રોત છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ તમારા હાડકાને સ્વસ્થ્ય બનાવે છે અને પાચનમાં સુધારો કરે છે. અનાનસનું જ્યુસ ઘરે જ બનાવો. આ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે

લીંબુ પાણી

લીંબુ પાણી આપને હાઈડ્રેટેડ રાખે છે. આ ડ્રિંક મેટાબોલિઝમ અને ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં પણ આપની મદદ કરે છે. આના માટે આપે એક ગ્લાસમાં લિંબૂ નિચોવવું અને તેમાં થોડું પાણી અને ખાંડ મિક્સ કરીને પી જવું. આ વિટામીન સીથી ભરપુર ડ્રિંક છે.

Scroll to Top