બિહાર સરકાર ભલે મોટામોટા બણગાં ફુંકે પણ રાજ્યની હોસ્પિટલોમાં ચાલી રહેલા અંધેરના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. હાલમાં રાજ્યની સૌથી મોટી હોસ્પિટલ પીએમસીએચમાં ફરી એકવાર જીવલેણ બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આ્વ્યો છે અહીં એક બાળકના ઇલાજ માટે પરિજન હાથમાં ઓક્સિજન સિલિન્ડર રાખીને સતત ડોક્ટરની આસપાસ ફરતા રહ્યા પણ અંતે તો હાથમાં બાળકની લાશ જ આવી હતી. પરિજનોનો આરોપ છે કે ઇલાજમાં વિલંબ થયો હોવાના કારણે બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. હવે પરિજનો જવાબદાર ડોક્ટર પર કાર્યવાહી કરવાની ડિમાન્ડ કરી રહ્યા છે.
આ ઘટના પીએમસીએચના શિશુ વિભાગની છે. અહીં બાળકના પરિજનોએ ડોક્ટર પર બેદરકારી દાખવવાનો આરોપ મૂક્યો છે. પીએમસીએ હોસ્પિટલ એવી હોસ્પિટલ છે જ્યાં બિહારના લોકો વધારે સારો ઇલાજ કરવા આવે છે. જોકે ભૂતકાળમાં પણ હોસ્પિટલમાં બેદરકારીના આરોપ લાગી ચૂક્યા છે.
વારંવાર આવી ફરિયાદ સામે હોવા છતાં હોસ્પિટલ મેનેજમેન્ટના વલણમાં કોઈ ફેરફાર નથી આવ્યો. હજી ગણતરીના દિવસો પહેલા દીકરીની સારવાર માટે આવેલા એક પિતાએ હોસ્પિટલના બેહાલ તંત્રને કારણે દીકરીને ખોળામાં રાખીને હોસ્પિટલમાં ફરવું પડ્યું હતું. એ સિવાય માહિતી મળી હતી કે એક મહિલાનું ઓપરેશન ટોર્ચની લાઇટમાં કરવામાં આ્વ્યું હતું જેનું કોમ્પિલકેશનના કારણે પછી અવસાન થઈ ગયું હતું.