ગત એક વર્ષમાં બીજેપીની આવકમાં થયો 81%નો ધરખમ વધારો, કોંગ્રેસની 14% ઘટી

ભારતીય જનતા પાર્ટી ધીમે ધીમે સમગ્ર દેશમાં પોતાનો કેસરીયો લહેરાવે છે. એવી જ રીતે તેની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે. વર્ષ 2015-16થી 2016-17 વચ્ચે બીજેપીની આવમાં 81 ટકા વધીને રૂ.1,034.27 કરોડ નોંધાઇ છે. જોકે, આ સમયગાળા દરમિયાન કોંગ્રેસની આવકમાં 14 ટકા ઘટાડો થઇ રૂ.225.36 કરોડ રહી હતી.

સાત રાષ્ટ્રીય દળોની કુલ આવક રૂ.1,559.17 કરોડ જ્યારે ખર્ચ રૂ.1,228.26 કરોડ

લોકતાંત્રિક સુધાર સંઘ (એડીઆર)ના રિપોર્ટ અનુસાર સાત રાષ્ટ્રીય દળો જેવા કે ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (બસપા), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા), માર્કવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા) અને તૃણમૂળ કોંગ્રેસની કુલ જાહેર આવક રૂ. 1,559.17 કરોડ રહી છે. જ્યારે આ પાર્ટીઓને રૂ.1,228.26 કરોડ ખર્ચ થયો છે.

2016-17 વચ્ચે ભાજપની આવક 81.18 ટકા (રૂ.463.41 કરોડ) વધી

ચૂંટણી પંચમાં દાખલ વિવરણો પર આધારિત આ રિપોર્ટમાં ભાજપ અને કોંગ્રેસની કુલ આવક, તેમની આવક અને ખર્ચના સ્ત્રોતની તુલના કરવામાં આવી છે.

રિપોર્ટ પ્રમાણે નાણાકિય વર્ષ 2015-16થી 2016-17 વચ્ચે ભાજપની આવક રૂ.570.86 કરોડ રૂપિયાથી 81.18 ટકા (રૂ.463.41 કરોડ) વધીને રૂ.1034.27 કરોડ થઇ છે. તો બીજી તરફ કોંગ્રેસની આવક રૂ.261.56 કરોડથી 14 ટકા (રૂ.36.20 કરોડ) ઘટીને રૂ.225.36 કરોડ રહી છે.

ભાજપે 2016-17માં રૂ.710.057 કરોડ રૂપિયાનો ખર્ચ બતાવ્યો

રિપોર્ટ પ્રમાણે ભાજપે 2016-17માં રૂ.710.057 કરોડ રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે. જ્યારે કોંગ્રેસે રૂ.321.66 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જે તેની આ દરમિયાન કુલ આવકથી રૂ.96.30 કરોડ વધારે છે. બંને પાર્ટીઓએ ચંદા અથવા દાનને પોતાની આવકના પ્રમુખ ત્રણ સ્ત્રોતમાંથી એક ગણાવી છે.

ભાજપે 2016-17માં રૂ.997.12 કરોડની આવકનો સ્ત્રોત ગ્રાન્ટ, દાન અને આર્થિક સહયોગ બતાવ્યો છે. આ રકમ ભાજપની કુલ આવકની 96.41 ટકા છે. કોંગ્રેસની સૌથી વધારે કમાણી (રૂ.115.644 કરોડ) તેના દ્વારા રજૂ કરવામાં આવેલી કૂપનો થકી થઇ છે. જે તેની કુલ કમાણીના 51.32 ટકા છે.

સાત રાષ્ટ્રીય પક્ષોએ 2016-17માં બેંકોથી વ્યાજના રૂપમાં રૂ.128.60 કરોડ મેળવ્યા

રિપોર્ટ પ્રમાણે આ દરમિયાન સાત રાષ્ટ્રીય પાર્ટીઓએ 2016-17 દરમિયાન સ્વૈચ્છિક યોગદાનથી 74.98 ટકા (રૂ.1,169.07 કરોડ)ની ધનરાશીની કમાણી કરી છે. જોકે આ અગાઉના નાણાંકિય વર્ષ 2015-16માં સ્વૈચ્છિક યોગદાનથી તેની આવક 60 ટકા એટલે કે રૂ.616.05 કરોડ રહી હતી. આ પક્ષોએ 2016-17માં બેંકોથી વ્યાજના રૂપમાં રૂ.128.60 કરોડ પ્રાપ્ત કર્યા છે.

રાજકિય પક્ષો મોડા મોડા જમા કરાવે છે આંકડા

રાજકિય પક્ષોને પોતાની આવક અને ખર્ચના વિવરણ નોંધાવવા માટે અંતિમ તારીખ 30 ઓક્ટોબર હતી. પરંતુ ભાજપે પોતાના આંકડા 8 ફેબ્રુઆરી અને કોંગ્રેસે 19 માર્ચે નોંધાવ્યા હતા. એડીઆરે કહ્યું કે, ભાજપ, કોંગ્રેસ, રાકાંપા, ભાકપા છેલ્લા પાંચ વર્ષોથી પોતાના આંકડાઓ મોડા મોડા જમા કરાવે છે.

ચૂંટણી અને લોકતંત્રને મજબૂતી આપવા માટે દરેક રાજકિય પાર્ટીઓને માહિતી અધિકા કાયદા અંત તેમના નાણાંકિય વ્યવહારનું વિવરણ માંગ્યું હતું. દરેક દાન-દાતાઓની યાદી પણ આરટીઆઈ કાયદા હેઠળ અનિવાર્ય છે. ભુતાન, જર્મની, નેપાળ, ફ્રાંસ, ઇટલી, બ્રાજીલ, બુલ્ગારિયા, અમેરિકા અને જાપાને પણ આવું કર્યું છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here