હવે ડ્રોન દ્વારા પહોંચાડાશે દવાઓઃ લોકોને મોટો ફાયદો પહોંચાડશે આ પ્રોજેક્ટ

હવેથી દેશના એવા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં સરળતાથી પહોંચવું મુશ્કેલ છે અથવા તો જ્યાં કનેક્ટીવિટી ઓછી છે તેવા વિસ્તારોમાં મેડિકલ સામગ્રી ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવશે. આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

બેંગ્લોરની થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સને આ મામલે મંજૂરી ગત વર્ષે માર્ચ મહિનામાં જ મળઈ ગઈ હતી પરંતુ મહામારીની ભયાનકતાને જોતા કેટલીક બધી જ મંજૂરીઓ મળવામાં થોડું મોડું થયું અને એટલે આ પ્રોજેક્ટ અટક્યો હતો. જો કે હવે તમામ પ્રકારની મંજૂરીઓ મળી ગઈ હોવાથી આ પ્રોજેક્ટ ફરી શરૂ થશે.

પહેલા ટ્રાયલ ૧૮મી જૂનથી શરૂ કરાશે જે ૩૦થી ૪૫ દિવસ સુધી ચાલશે. ટીએએસ અને નારાયણ હેલ્થ દ્વારા દવાની ડિલિવરીમાં પાર્ટનરશિપ કરવામાં આવશે. ટીએએસનાં સીઈઓ નાગેન્દ્રન કંડાસામીએ કહ્યું હતું કે, બે અન્ય કોન્સોર્શિયમને પણ ડ્રોનની ટ્રાયલની પરવાનગી અપાઈ છે. ૨૦૧૬થી આ માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. કંપની ભારતમાં કોમર્શિયલ ડ્રોન ડિલિવરીનો લાભ લેવા તમામ પ્રયાસો કરશે.

મેડકોપ્ટરનું એક નાનું  એડિશન 1.5 કિલોમીટર સુધી 1 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે. જ્યારે બીજું 2 કિલો વજન 12 કિલોમીટર સુધી લઈ જઈ શકે છે. કંપની દ્વારા 30 થી 45 દિવસ સુધી રેન્જ અને સુરક્ષા બંન્ને વિષયો પર પરીક્ષણ કરવામાં આવશે. આ દરમિયાન કુલ 100 કલાકનું ફ્લાયિંગ કરવાનું રહેશે. કંપનીનું લક્ષ્ય 125 કલાકના ફ્લાયિંગ માટેનું છે. પરીક્ષણના અંતે પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવશે.

Scroll to Top