એક કલાક પણ ઓછું ઉંઘશો તો, ભોગવવા પડશે આવડા મોટા ગંભીર પરિણામો…

અત્યારની સ્ટ્રેસફૂલ લાઈફમાં અનેક લોકોને ઉંઘ ન આવવાની સમસ્યા મોટાપાયે થતી હોય. આનો સીધો સબંધ હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બિમારીઓ સાથે છે. ઉંઘ ન આવવાની સમસ્યા સામે ઝઝુમતા લોકોમાં બેચેની અને ડિપ્રેશનની ફરિયાદ વધારે હોય છે. ત્યાં સુધી કે, એક કલાક પણ જો માણસ ઓછું ઉંઘે તો તેની તબિયત પર તેની ખરાબ અસર પડી શકે છે.

જર્નલ એલ્સવિયરમાં પબ્લિશ એક રિપોર્ટ અનુસાર, જરૂરી માત્રામાં ઉંઘ ન લેનારા લોકોમાં આત્મહત્યા કરવા જેવા નેગેટિવ વિચારો વધારે જોવા મળે છે. આ પ્રકારના લોકોમાં આત્યાહત્યાનો દર પણ વધારે જોવા મળ્યો છે.

જો કોઈ વ્યક્તિ નક્કી સમય કરતા એક કલાક પણ ઓછું સૂવે છે તો તેને હાર્ટ એટેકનું સંકટ 24 ટકા જેટલું વધી જાય છે. જર્નલ ઓપન હાર્ટ અનુસાર, હાર્ટ એટેક માટે દાખલ થયેલા 42000 થી વધારે લોકો પર આ અધ્યયન કરવામાં આવ્યું છે.

આ સિવાય જો કોઈ વ્યક્તિ માત્ર 4 કલાકની જ ઉંઘ લે છે તો તેનું ટેસ્ટોસ્ટેરોન હાર્મોનનું સ્તર તેનાથી 10 વર્ષ મોટા વ્યક્તિ જેટલું થઈ જાય છે. એટલે કે હાર્મોન્સના આધારે તે જલ્દી વૃદ્ધ બની જાય છે.

જર્નલ સ્લીપ હેલ્થમાં પબ્લિશ એક રિસર્ચ અનુસાર, કોઈ વેક્સિન લેવાના એક પહેલા પર્યાપ્ત ઉંઘ ન લે તો વેક્સિન લીધા બાદ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી 100 ટકાની જગ્યાએ માત્ર 50 ટકા જ બને છે. કોરોના વેક્સિન પર આની અસરને લઈને અધ્યયન ચાલી રહ્યું છે.

સેન્ટર ફોર હ્યુમન સ્લીપ સાયન્સ અનુસાર, રોજ 6 કલાક અથવા તેનાથી ઓછી ઉંઘ લેનારા ઈન્સોમ્નિયા અને સ્લીપ એપ્નિયાથી પીડિત લોકોના મસ્તિષ્ક સાથે જોડાયેલી બિમારી અલ્ઝાઈમરનું સંકટ વધી જાય છે.

નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, પ્રતિદિન સાત કલાકથી વધારે ઉંઘ લેનારા વ્યક્તિમાં સામાન્ય શરદી-તાવ જેવા લક્ષણો 3 ગણા વધારે હોય છે.

Scroll to Top