તમે જો ઈન્સ્ટાગ્રામ યુઝ કરતા હશો તો તમને ખબર હશે કે અહીં તમે ફોટો સેવ નથી કરી શકતા. તો લોકો ફોટો સેવ કરવા માટે સ્ક્રીનશૉટ લઈ લેતા હોય છે. પરંતુ હવે જો તમારી સ્ટોરીનો કોઈ સ્ક્રીનશોટ લેશે તો ઈન્સ્ટાગ્રામ તમને નોટિફાઈ કરશે.
ઈન્સ્ટાગ્રામ હજી આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી 24 કલાક પછી જાતે જ રિમૂવ થઈ જાય છે. તમે આ સ્ટોરી સેવ ન કરી શકો, પરંતુ સ્ક્રીનશોટ અને સ્ક્રીન-રેકોર્ડિંગ ફંક્શનની મદદથી કોઈ પણ તેની કોપી તૈયાર કરી શકે છે.
એક રિપોર્ટ અનુસાર, જ્યારે પણ કોઈ તમારી સ્ટોરીનો સ્ક્રીનશોટ લે તો સૂર્યના શેપનો સિમ્બોલ સ્ટોરી વ્યૂ સેક્શનમાં તે વ્યક્તિના નામ આગળ આવશે, જેથી ખબર પડી જશે કે કોણે તમારી સ્ટોરીનો સ્ક્રીનશોટ લીધો છે.