Technology

Xiaomi એ ભારતમાં લોન્ચ કર્યું દુનિયાનું સૌથી પાતળું LED TV

ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમીએ ભારતમાં તેનું પહેલું સ્માર્ટ એલઈડી ટીવી Mi LED TV 4 લોન્ચ કરી દીધું છે. આ ટીવીની ખાસિયતએ છે કે તે માત્ર 4.5 mm એટલે કે મોબાઈલ ફોન કરતા પણ સ્લિમ છે. જેને દુનિયાનું સૌથી સ્લિમ સ્માર્ટ એલઈડી ટીવી પણ કહેવામાં આવે છે.

Mi LED TV 4ને ભારતમાં માત્ર 39,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટટીવીમાં માત્ર 55 ઈંચ 4K HDR ડિસ્પ્લે આપવામાં આવી છે જે ફ્રેમલેસ છે જેનાથી ટીવીની સાઈઝ નાની લાગે છે. ટીવીની ડિસ્પ્લે 4K UHD છે જેનું રિઝોલ્યુશન 3840×2160 છે. જેમાં લેટેસ્ટ ઈમેજિંગ ટેક્નોલોજી એમલોજિક અને અચડીઆરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Mi LED TV 4માં 2GB રેમ અને 8 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ટીવી 64 બિટના ક્વોડ-કોર પ્રોસેસર પર રન કરે છે. સાથે ડિજિટલ ડોલ્બી સાઉન્ડ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સ્માર્ટ ટીવીમાં વાઈ-ફાઈ, બ્લૂટુથ, ઈથરનેટ અને યુએસબી જેવી કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવ્યા છે.

શાઓમીએ ભારતમાં હોટસ્ટાર, વૂટ, સોની લિવ, હંગામા પ્લે, જી5, ઓલ્ટ બાલાજી, સન નેક્સટ, વિઉ,ટીવીએફ જેવા અનેક મોટા કન્ટેટ પ્રોવાઈડર સાથે પાર્ટનરશિપ કરી છે. જેની મદદથી ટીવી પર 5 લાખ કલાકનું કન્ટેટ જોવા મળશે. જેમાંથી 80 ટકા કન્ટેટ ફ્રી હશે.

ટીવીની સાથે કંપની 299 રૂપિયની કિંમતનું MI આઈઆર કેબલ અને ઈન્સ્ટોલેશન ફ્રીમાં આપી રહી છે. આ ટીવી 22 ફેબ્રુઆરીથી Mihome, mi.com અને ફ્લિપ કાર્ટ પર મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker