IndiaNewsTechnology

Jio Coin નામની આ Apps ડાઉનલોડ કરતાં પહેલાં થઇ જજો સાવચેત

તાજેતરમાં જ એવા અહેવાલ મળ્યાં હતાં કે જિયો ‘જિયો કોઇન’ નામે પોતાની જ ક્રિપ્ટો કરન્સી લાવવા જઇ રહી છે. તેના થોડા સમય બાદ એવા અહેવાલો પણ આવી રહ્યાં હતાં કે આ કરન્સી ઉપલબ્ધ કરાવતી કેટલીક બોગસ વેબસાઇટ્સ પણ બની ચુકી છે. હવે એવા અહેવાલો મળી રહ્યાં છે કે ગૂગલ પ્લેસ્ટોરમાં પણ Jio Coin નામની ઢગલાબંધ એપ્સ છે. ગૂગલ પ્લેસ્ટોર્સપર આશરે આવી 22 એપ્સ છે. તેના નામ જિયો કોઇન સાથે સંબંધિત છે અને તેને ડાઉનલોડ પણ કરી શકાય છે.

આ એપ્સ Jio Coin, Jio Coin Crypto Currency, Jio coin Buy જેવા અલગ-અલગ નામે ઉપલબ્ધ છે. જો કે આ એપ્સના શરે 1000 ડાઉનલોડ્સ છે પરંતુ તેમાંથી ત્રણ એપ્સ એવી છે જેને 1000 અને 5000 વખત તથી અન્ય બે એપ્સને 10,000  અનો 50,000 વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

આ એપ્સના પેજમાં જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તે કોઇ ટાસ્કના બદલે જિયો કોઇન આપવાનો દાવો કરે છે. ઉલ્લેખનીય છે કે આ અંગે હજુ સુધી કંપની તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સુરક્ષા નિષ્ણાતોએ જણાવ્યા અનુસાર આ પ્રકારની એપ્સ ડાઉનલોડ ન કરવી જોઇએ. પહેલા આ પ્રકારની એપ્સ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન ચોરે છે અને તેમાં અનેક પ્રકારના માલવેર છુપાયેલા હોય છે. આવી એપ્સની અન્ય પ્રકારના જોખમો પણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker