CricketIndiaSports

IPL 2018: ધોની-રૈનાને ચૈન્નઈએ કર્યા રિટેઈન, જાણો સૌથી મોંઘો ખેલાડી

બધી આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓએ 2018ની સીઝન માટે રિટેઈન કરેલા પોતાના ક્રિકેટર્સના નામ જાહેર કરી દીધા છે. ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધી પ્લેયર્સને રિટેઈન કરવા માટેની ડેડલાઈન હતી. આ બાદ આપીએલની બોલી 27-28 જાન્યુઆરીએ બોલાશે. આ વર્ષે આઈપીએલ 4 એપ્રિલ થી 27મે સુધી રમાશે.

આઈપીએલની 11મી સીઝન માટે રિટેઈન ના કરાયેલા ખેલાડીઓની લિસ્ટમાં સૌથી પ્રમુખ નામ ગૌતમ ગંભીરનું છે. કેકેઆરએ તેને રિટેઈન નથી કર્યો. તો ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના પાછા આવવાથી ગુજરાત લાયન્સ અને પુણે સુપર જાયન્ટ્સ આ વખતની સીઝનમાં નહીં જોવા મળે.

રિટેઈન કરાયેલી ખેલાડીઓની લિસ્ટ

  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ: વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, સરફરાઝ ખાન
  • ચેન્નઈ સુપર કિંગ્સ: મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા
  • મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા
  • દિલ્હી ડેરડેવિલ્સ: ક્રિસ મોરિસ, ઋષભ પંત અને શ્રેયસ અય્યર
  • કોલકાતા નાઈટ રાઈડર્સ: સુનીલ નરૈન અને આન્દ્રે રસેલ
  • સનરાઈઝર્સ હૈદરાબાદ: ડેવિટ વોર્નર અને ભુવનેશ્વર કુમાર
  • રાજસ્થાન રોયલ્સ: સ્ટીવ સ્મિથ
  • કિંગ્સ ઈલેવન પંજાબ: અક્ષર પટેલ

રિટેનના નિયમ

નવી સીઝનમાં એક ટીમ માત્ર પાંચ ખેલાડીઓને પોતાની સાથે રિટેન કરી શકે છે. તેને રિટેન્શ પોલિસી અને રાઈટ ટૂ મેચની કેટેગેરીમાં વહેચવામાં આવી છે. આ નિયમ હેઠળ ટીમ બંન્નેમાં કોઈ પણ કેટેગરીમાં ત્રણથી વધારે ખેલાડીઓને રિટેન નથી કરી શકતી. ટીમ રાઈટ ટૂ મેચનો ઉપયોગ ઓક્શનના સમય પર કરી શકે છે જે 27 અને 28 જાન્યુઆરીએ થશે. જો કોઈ ટીમ એક પણ ખેલાડીને રિટેન નથી કરતી તો પણ ઓક્શનમાં તેને માત્ર ત્રણ ખેલાડીઓને રાઈટ ટૂ મેચ દ્વારા પોતાની ટીમમાં સામેલ કરવાની તક રહેશે.

રિટેન ખેલાડીઓની કિંમત

પ્રથમ ખેલાડી- 15 કરોડ, બીજો ખેલાડી- 11 કરોડ, ત્રીજો ખેલાડી- 7 કરોડ મળશે. જો હરાજી પહેલાં બે ખેલાડીઓ રિટેન કરે તો પ્રથમ ખેલાડીને 12.5 કરોડ અને બીજા ખેલાડી- 8.5 કરોડ મળશે. જો એક ખેલાડીને રિટેન કરવામાં આવે તો તે ખેલાડીને 12.5 કરોડ મળશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker