એક એવો આઈલેન્ડ કે જ્યાં મહિલાઓ કરે છે રાજ! જાણો અદભૂત આઈલેન્ડનું રહસ્ય અને સુંદરતા…

શું આપે ક્યારેય સાંભળ્યું છે કે, એક એવી પણ જગ્યા છે કે જ્યાં માત્ર મહિલાઓનું રાજ ચાલે છે? ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે, એક એવો પણ આઈલેન્ડ છે કે જ્યાં મહિલાઓ જ દરેક કામ કરે છે. આ જગ્યાએ ફરવા માટે લાખો લોકો આવે છે. કિહ્નૂ નામના આ આઈલેન્ડમાં કુલ 4 ગામ છે અને અહીંયાની વસ્તી માત્ર 700 થી 800 વચ્ચે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એસ્ટોનિયાના આ ગામમાં કોઈ લક્ઝરી સુવિધા નથી પરંતુ છતા વિશ્વભરના લોકોને અહીંયાની સંસ્કૃતિ ખૂબ પસંદ આવે છે. ટૂરીસ્ટો પણ અહીંયા ફરવા માટે આતુર હોય છે.

એસ્ટોનિયા બાલ્ટિક સાગર પાસે સ્થિત છે. અહીંયા પુરુષોની જગ્યાએ સ્ત્રીઓનું જ રાજ ચાલે છે. આશરે 100 વર્ષ કરતા પણ વધારે સમય પહેલા અહીંયા પુરુષોની સંખ્યા ઓછી થવા લાગી અને પછી અહીંયાના કામકાજ અને મહત્વપૂર્ણ જવાબદારીઓને મહિલાઓ સંભાળવા લાગી.

આ જ કારણ છે કે, એસ્ટોનિયાના આ આઈલેન્ડને મહિલાઓના દ્વિપ તરીકે ઓળખવામાં આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર, અહીંયા જે પુરુષો છે તે માછલી પકડવા અને શિકાર કરવા જતા રહે છે. અને અહીંયાના તમામ વહીવટી કામકાજો માત્ર સ્ત્રીઓ જ સંભાળી લે છે.

Scroll to Top