શ્રાવણ મહિનાના ચોથા સોમવારની સાથે જન્માષ્ટમીની પણ ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ચોટીલા માતા ચાંમુડાના ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચી ગયા હતા.
જ્યારે અહીં દર્શન કરવા આવેલા એક સગર્ભા મહિલા પગથયા ચઢી રહી હતા ત્યારે સગર્ભાને પ્રસૂતિની પીડા ઉમટી હતી અને મહિલાની પગથિયા પર પ્રસૂતિ થઈ ગઈ હતી. મહિલા દ્વારા ડુંગરના પગથિયા પર જ દીકરીને જન્મ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 108માં મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જ્યારે ઘટનાને લઈને જાણકારી સામે આવી છે ચોટીલામાં જન્માષ્ટમીના તહેવારને લઈને હજારો લોકો દર્શન માટે ઉમટી આવ્યા હતા. ત્યારે ગોધરાના મંડોડ ગામના રોશનીબેન નામની મહિલાને પગથિયા પર જ પ્રસૂતિની પીડા ઉપડતા તેમને બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 108 ને આ ઘટનાની જાણ કરાતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી આવી અને તે મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
તેની સાથે આ બાબતને લઈને વાત કરતા 108 ની ટીમે જણાવ્યું છે કે, મહિલા ચામુંડા માતાજીના દર્શન કરવા ઉપર પગથિયા ચઢી રહી હતા ત્યારે તેમને દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે તેને અધ વચ્ચે જ દીકરીને જન્મ આપ્યો હતો. જ્યારે 108ની ટીમ પહોંચી ત્યારે મહિલા અને બાળકીને નીચે લાવવામાં આવી હતા. ત્યારબાદ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.