ઉંઘ દરેક વ્યક્તિને વ્હાલી હોય છે. અધિકાંશ લોકોને ઉંઘમાં ખલેલ બીલકુલ સહન થતી નથી. ડોક્ટર્સનું પણ માનવું છે કે, શરીરન થાક દુર કરવા માટે 7 થી 8 કલાકની ઉંઘ લેવી જરૂરી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ આ જરૂરી છે. અત્યારે જાપાનના એક શખ્સની ખૂબ ચર્ચા છે. આ વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મીનીટ જ સુવે છે. આટલું જ નહી પરંતુ તેની બોડી પર આની કોઈ ખરાબ અસર પણ થઈ નથી.
36 વર્ષના ડાયસુકે હોરી ઓછો સમય સુવાને લઈને 12 વર્ષથી પોતાને ટ્રેઈન કરી રહ્યા છે. ડાયસુકેનો દાવો છે કે, તે પોતાની ઉંઘ પર એટલો કાબુ કરી ચૂક્યો છે કે, તે 24 કલાકમાં માત્ર 30 મીનિટ જ સુવે છે. આમ છતા તે ક્યારેય થાક અનુભવતો નથી. રિપોર્ટ અનુસાર, ડાયસુકે જાપાન શોર્ટ સ્લીપ એસોસીએશનના ચેરમેન છે. તે પોતાના સિવાય અન્ય લોકોને પણ ઓછી ઉંઘ લેવા માટે ટ્રેઈન કરે છે.
ડાયસુકેનું કહેવું છે કે, કેટલાય કામ એવા હોય છે કે, સમયની કમીના કારણે લોકો કરી શકતા નથી. આ જ કારણ છે કે, તેમણે દિવસમાં માત્ર 30 મીનિટની જ ઉંઘ લેવા માટે પોતાની જાતને ઘડી છે. જાપાનમાં જ્યારે ડાયસુકે વિશે માહિતી મીડિયા સુધી પહોંચી ત્યારે આ જાણીને બધા લોકો અચંબીત રહી ગયા.
એક ચેનલે આ શખ્સ વિશે એક ખાસ પ્રોગ્રામ પણ કર્યો. આ અંતર્ગત ચેનલે ત્રણ દિવસ સુધી ડાયસુકે સાથે સમય વિતાવ્યો. આ દરમીયાન કન્ટીન્યુ કેમેરો ઓન રાખવામાં આવ્યો હતો. ચેનલને જાણવા મળ્યું કે, જે દાવો કરી રહ્યા છે તે બીલકુલ સત્ય છે.