જીજ્ઞેશ મેવાણીએ હવે આ રીતે વધારશે ભાજપની મુશ્કેલી

આગામી ચૂટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે આકરા ચઢાણો આવનાર છે. જેમાં પાટીદાર અને દલિતોના મુદે ભાજપને બહુ મોટુ નુકશાન થવાની શક્યતા છે. ત્યારે દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી દ્વારા ભાજપ વિરૂધ્ઘ પ્રચાર કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આગામી 23મી નવેમ્બરના રોજ સાંજે સાત વાગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ )ના કન્વીનર અતુલ પટેલ, કોન્ટ્રાક્ટ એન્ડ ફિક્સ પગાર સંઘર્ષ સમિતિના કન્વીનર ચંદ્રીકાબહેન સોલંકી સહિતના આગેવા સંબોધન કરનાર છે.

જીજ્ઞેશ મેવાણી જણાવ્યુ કે છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતી દલિત વિરોધી, જાતીવાદી રહી છે. તેમજ વિકાસના નામ મુડીવાદીઓનો તેમજ પોતાના પાર્ટી મેમ્બર્સ અને પાર્ટીનો જ વિકાસ કર્યો છે. ત્યારે હવે આ 22 વર્ષના શાસનનો અંત લાવવા માટે એકજૂથ થઇને લડાઇ લડવી જરૂરી છે. તેમજ આ પ્રકારની સભાની સમગ્ર ગુજરાતમાં યોજવામા આવશે. જેથી ભાજપ લોકોને ડરાવી ધમકાવી કોમવાદ ફેલાવીને ફરીથી સત્તા પર ન આવે. આમ, હવે ભાજપને ચારે તરફથી વિરોધનનો સામનો કરવા ઉપરાંત, અલગ અલગ સંગઠનો સામે લડાઇ લડવાનો વારો આવ્યો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here