જિયોના યુઝર્સને મોટો ઝટકો: 3 તારીખથી રિચાર્જ થઈ જશે મોંઘા, 25 ટકાનો કર્યો વધારો

jio mobile tariff hike

દેશની સૌથી મોટી યુઝર બેસવાળી ટેલીકોમ કંપની રિલાયંસ જિયોએ પોતાના પ્રીપેડ યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. જે રીત છેલ્લા થોડા સમયથી અંદાજો હતો, મોબાઈલ ટેરિફમાં વધારો કરી શકે છે. તે જિયોએ સૌથી પહેલા કરી દીધો છે. કંપનીએ પોતાના ટેરીફ પ્લાનમાં 25 ટકા સુધીનો વધારો કરી દીધો છે. આશા છે કે ટૂંક સમયમાં એરટેલ અને વોડાફોન આઈડીયા પણ ટેરિફમાં વધારો કરી શકે છે. આવો જાણીએ કેટલો વધારો કર્યો છે.

25 ટકાનો વધારો

ટેલીકોમ કંપની રિલાયંસ જિયોએ પોતાના પ્રીપેડ પ્લાનમાં 12.5 ટકાથી લઈને 25 ટકા સુધીનો વધારો કરી દીધો છે. નવા દર 3 જૂલાઈથી લાગૂ થઈ જશે. ખાસ વાત એ છે કે, નવા દર હાલના યુઝર્સ પર લાગૂ નહીં થાય. રિલાયંસ જિયોએ જાહેરાત કરી છે કે, જિયો ભારત અને જિયો ફોનના યુઝર્સ માટે ટેરીફમાં કોઈ વધારો નથી કર્યો. રિલાયંસ જિયોમાં પોતાના 19 પ્લાનની કિંમત વધારે છે. જેમાં 17 પ્રીપેડ અને 2 પોસ્ટ પેડ છે. ખાસ વાત એ છે કે આ પહેલી વાર છે, જ્યારે જિયોએ એરટેલ પહેલા પોતાના ટેરીફમાં વધારો કર્યો છે.

આ રીતે પ્લાનમાં વધારો કરવામાં આવ્યો

  • રિલાયન્સ જિયોના નવા ટેરિફ પ્લાન મુજબ, બેઝ ટેરિફ જે પહેલા 155 રૂપિયા હતો, તે હવે વધારીને 189 રૂપિયા કરવામાં આવ્યો છે. મતલબ કે તેમાં 22 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 399 રૂપિયાના માસિક ટેરિફની કિંમત વધારીને 449 રૂપિયા કરવામાં આવ્યો છે.
  • જો બે મહિનાના પ્લાનની વાત કરીએ તો 479 રૂપિયાનો પ્લાન વધારીને 579 રૂપિયા કરવામાં આવ્યો છે. બીજી તરફ 533 રૂપિયાના પ્લાનને વધારીને 629 રૂપિયા કરવામાં આવ્યો છે.
    પહેલા 3 મહિનાનો પ્લાન 395 રૂપિયાથી 999 રૂપિયા સુધીનો હતો. જે 479 રૂપિયાથી વધારીને 1199 રૂપિયા કરવામાં આવ્યો છે.
  • 1559 રૂપિયાનો વાર્ષિક પ્લાન હવે 1899 રૂપિયામાં મળશે. 2999 રૂપિયાના વાર્ષિક પ્લાનની કિંમત 3599 રૂપિયા આપવામાં આવ્યો છે.
  • ડેટા એડ ઓન પ્લાનની વાત કરીએ તો, જે પહેલા રૂ. 15 થી રૂ. 61 સુધીનો હતો, તે વધારીને રૂ. 19 થી રૂ. 69 કરવામાં આવ્યો છે.
Scroll to Top