Jio ની માત્ર ત્રણ મહિનાની કમાણી જાણી તમારા હોશ ઊડી જશે

ગઈ કાલે જ રિલાયન્સ દેશ ની નંબર વન કંપની બની છે ત્યારે આજે એક એહવાલ મુજબ રિલાયન્સ ટેલિકોમ એટલકે જીઓ ની માત્ર ત્રણ મહિનામાં થયેલ ગગન ચુંબી કમાણી ની લિસ્ટ બહાર પાડી છે આવો જાણીએ તેના વિશે વિગતે. મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડે વિત્ત વર્ષના બીજા ત્રણમહિનામાં 18.32 ટકાનો નફો થયો છે.

આ નફામાં જિયોની ભાગેદારી બહુ મોટી છે. શુક્રવારે જાહેર કરેલાં આંકડાઓ અનુસાર કંપનીની આવકમાં આ દરમિયાન વધારો જોવા મળ્યો છે. આટલો થયો નફો.કંપનીને સપ્ટેમ્બર ત્રણમહીમાં 11262 કરોડનો નફો થયો છે.

જિયો અને રિટેલ ડિવિઝનને કારણે આ નફો વધ્યો છે. વિત્ત વર્ષ 2020 ના પહેલાં ત્રણ મહિનામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો નફો 10104 કરોડ રૂપિયા રહ્યો હતો.કંપનીની આવક 4.84 ટકા વધીને 1.64 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે ગત વર્ષે 1.56 લાખ કરોડ રૂપિયા હતી. પરંતુ આ વખતે તે બમણી થઈ ગઈ છે.

ત્રણમહિનામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનું જીઆરએમ ગત 8.10 ડોલર પ્રતિ બેરલથી વધીને 9.40 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. એબિટડા 21315 કરોડ રૂપિયાથી વધીને 22152 કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે બીજા ત્રણમહિનામાં કંપનીનની એબિડટા માર્જિન 13.6 ટકા વધીને 14.91 ટકા પર રહી છે.

રિલાયન્સ જિયોનો નફો દર વરષે 45.40 ટકા વધીને 990 કરોડ રૂપિયા થઈ ગયો છે. કંપનીની પ્રતિ ઉપભોક્તા આવક 120 રૂપિયા રહી છે. પહેલા ત્રણમહીનામાં રિલાયન્સ જિયોની એઆરપીયુ 122 રૂપિયા રહી હતી. બીજા ત્રણમહીનામાં રિલાયન્સ જિયોની આવક 5.8 ટકા વધીને 12354 કરોડ રૂપિયા રહી છે. જે ગત ત્રિમાસિકમાં 11679 કરોડ રૂપિયા હતી.

ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોનો ગ્રોથ સતત ચાલું છે. કંપનીએ ઓગસ્ટ મહિનામાં પણ અન્ય ટેલિકોમ ઓપરેટર્સને પછાડીને સૌથી વધુ કસ્ટમર્સ પોતાના નેટવર્કમાં જોડ્યા છે. આ મામલે જિયો સિવાય અન્ય ટેલિકોમ ઓપરેટર્સને નુકસાન વેઠવું પડ્યું છે.

રિપોર્ટ મુજબ જિયોએ ઓગસ્ટ મહિનામાં 8.4 મિલિયન એટલે કે 84 લાખ નવા ગ્રાહકો પોતાના નેટવર્કમાં એડ કર્યા હતા. જ્યારે જિયો સિવાયની બધી કંપનીઓ નુકસાનમાં રહી છે. માત્ર એક જીઓ જ નફામાં રહી છે.

TRAI જાહેર કરેલ રિપોર્ટ મુજબ જિયોનું સબ્સક્રાઇબર બેઝ 348 મિલિયન પહોંચ્યું છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં 5 લાખ ગ્રાહકોએ એરટેલનો સાથ છોડી દીધો હતો. તેથી કંપનીનો સબ્સક્રાઇબર બેઝ 327 મિલિયન પહોંચી ગયો છે.

ઉપરાંત વોડફોન આઇડિયાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં કંપનીને ભારે નુકસાન થયું. આ મહિનામાં લગભગ 4.9 મિલિયન ગ્રાહકોએ કંપનીનો સાથ છોડી દીધો હતો. આપને જણાવી દઈએ કે રિલાયન્સ જિયોએ તાજેતરમાં જ ગ્રાહકો પાસે આઉટગોઇંગ કોલ કરવા પર IUC ચાર્જ વસૂલનો નિર્ણય કર્યો છે. કંપનીએ નોન-જિયો નેટવર્ક પર કરવામાં આવતી કોલ માટે 6 પૈસા/મિનિટ ચાર્જ વસૂલવાની જાહેરાત કરી હતી. જેથી ઘણાં ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top