NewsPoliticsSurat

જયંત ભાનુશાલી સેક્સકાંડ અંગે જીતુ વાઘનીએ આપ્યું આવું વિવાદાસ્પદનિવેદન, જાણો વિગત

સુરતના વરાછાની યુવતીને એડમિશન અપાવવાના બહાને બળાત્કાર કરનારા ભાજપના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જંયતિ ભાનુશાળીની હાલ સુરત પોલીસ શોધખોળ કરી રહી છે. જોકે જંયતિ ભાનુશાળી ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ આવવા માટે રવાના થઈ ગઈ છે.

સમગ્ર મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મીડિયાને જણાવ્યું હતુંકે, જયંતી ભાનુશાલી દોષિત પુરવાર ન થાય ત્યાં સુધી ભાજપમાં જ રહેશે. વાઘાણી એ મીડિયા ને જણાવ્યું કે, તેમની સામે પોલીસ ફરિયાદ થઈ છે, ફોજદારી ગુનો લાગૂ પડ્યો છે, હાલ તપાસનો વિષય છે, સમગ્ર મામલે તપાસના અંતે જે કંઈ કરવું પડશે તેનો ભાજપ નિર્ણય લેશે. અત્યારે ભાજપમાં ભાનુશાલીની કોઈ જવાબદારી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે , સમગ્ર પ્રકરણ સામે આવતાની સાથે જ જયંતી ભાનુશાલી પાસેથી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.

પીડિતાએ જંયતિ ભાનુશાળી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમાં ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી જંયતિ ભાનુશાળીએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.

સુરતની યુવતી સાથે દુષ્કર્મ કરવાના આરોપનો સામનો કરી રહેલા અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની કુકર્મકથામાં વધુ એક ફણગો ફૂટ્યો છે. જયંતી ભાનુશાળીના અન્ય યુવતી સાથે સંબંધો હોવાની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

નડિયાદની 32 વર્ષીય વિધવાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ !

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલી સામે સુરતની યુવતી દ્વારા દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી એ પછી નડિયાદની પણ એક વિધવાએ પોતાના જયંતી સાથેના શારીરિક સંબંધો હોવાનો ઘટસ્ફોટ કર્યાની ઓડિયો ક્લિપ વહેતી થઇ છે. 32 વર્ષની આ વિધવા ઓડિયોમાં એવું કહી રહી છે કે, ‘હું ગરીબ ઘરની છુ એટલે મારે પૈસાની જરૂર હતી. એક ઇવેન્ટમાં હું જયંતિને મળી પછી અમને બંનેને પ્રેમ થઇ ગયો. એ મારી આર્થિક જરૂરિયાત પુરી કરતા, હું તેની જરૂરિયાત પુરી કરતી. એ ફોન કરીને બોલાવતા ત્યાં હું જતી. પણ, પછી ધીમે-ધીમે મારૂ શોષણ શરૂ કર્યુ. મને પૈસા ન આપે. મને ઘરમાં તકલીફ પડે તો પણ કામ ન કરવા દે અને પોતાની જરૂરિયાત સંતોષી લે.’

જયંતી ફોન કરતો ત્યારે હું જતી અને અમે એન્જોય કરતા

જયંતીના રંગરેલીયાનો ભાંડાફોડ કરતી આ ક્લિપમાં મહિલા કહે છે કે, ‘અમારો સંબંધ 6 વર્ષ ચાલ્યો. જો કે, 6 મહિનાથી બ્રેકઅપ છે. મારો ફોન પણ નથી ઉપાડતા અને બીજા નંબરથી ફોન કરૂ તો અવાજ સાંભળીને ફોન મૂકી દે છે. મારી પાસે એના સ્ક્રીનશોટ મેસેજીસ છે,કોલ રેકોર્ડિંગ છે. મેં સાંભળ્યું કે, સુરતની કોઇ છોકરી સાથે પણ તેણે આવુ કર્યુ હતુ.’ નવ મિનિટ અને સાડત્રીસ સેકંડની આ ઓડિયો ક્લિપમાં મહિલા પોતાની સ્પષ્ટ ઓળખ પણ આપે છે અને પોતે પોલીસ પાસે પણ ગઇ હોવાનું કહી રહી છે.

પીડિતા કહે છે…પોલીસને કહ્યું તો કહે, કાંઇ ન કરાય, માહોલ બગડે

જયંતી ભાનુશાલીએ પોતાની સાથે પણ વર્ષો સુધી શારીરિક સંબંધ રાખ્યા હોવાનો દાવો કરતી નડિયાદની વિધવા ઓડિયો ક્લિપમાં કહે છે કે, ‘મારી પાસે પુરાવામાં મેસેજીસના સ્ક્રીનશોટ અને કોલ રેકોર્ડિંગ છે. હું પોલીસની પાસે પણ ગઇ હતી. નડિયાદ પોલીસે કહ્યું કે, આવુ કાંઇ ન કરાય. માહોલ બગડે.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker