જમ્મૂ-કાશ્મીરમાં ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ અત્યારસુધીમાં ત્રણ આતંકીઓને ઢેર કર્યા છે. આ ત્રણેય લશ્કર એ તૈયબાના આતંકી હતા. જમ્મૂ-કાશ્મીર પોલીસ અનુસાર એન્કાઉન્ટરમાં પહેલા એક આતંકીને ઢેર કરવામાં આવ્યો અને બાદમાં ચાલેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઢેર કર્યા છે. સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે.
12 જૂનના રોજ સોપોરમાં થયેલા આતંકી હુમલામાં 3 પોલીસકર્મી અને 2 સામાન્ય નાગરિકના મોત થયા હતા. આઇજી વિજય કુમારે કહ્યું કે સોપોર હુમલામાં સામેલ મુદસ્સિર પોલીસ પાર્ટી પર હુમલો કરવા સિવાય બીજી કેટલીય આતંકી ગતિવિધિઓમાં પણ સામેલ હતો. પોલીસના મતે ગુંડ બ્રથ વિસ્તારમાં ચાલેલું આ ઓપરેશન હવે ખત્મ થઇ ચૂકયું છે.
અથડામણ બાદ સુરક્ષાબળોએ ત્રણ AK-47 સહિત મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. વિજય કુમારે કહ્યું કે મૃત્યુ પામેલા આતંકીઓમાં એક પાકિસ્તાની નાગરિક અસરાર ઉર્ફે અબ્દુલ્લા પણ સામેલ છે. જે 2018ની સાલથી ઉત્તર કાશ્મીરમાં એક્ટિવ હતો. તેમણે લશ્કર આતંકી મુદસ્સિરના મોતને સામાન્ય લોકો માટે મોટી રાહત ગણાવી છે.
પોલીસ અનુસાર, ઉત્તરી કાશ્મીરના સોપોરમાં ગુંડ બ્રથ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો બાદમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે મોડીરાત સુધી ગોળીબાર ચાલ્યો. સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે. આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે, લશ્કરના કુલ 3 આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. મુદાસિર પર 10 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.