સંજય લીલા ભણસાલીની વિવાદીત ફિલ્મ પદ્માવતમાં જોહરના સીન પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. દિપિકા પાદુકોણ સ્ટારર પદ્માવતના અંતિમ સીનમાં જોહરને ફિલ્માવવામાં આવ્યું છે. જો કે અભિનેત્રી સ્વરો ભાસ્કરે ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની નિંદા કરતાં એક ખુલ્લો પત્ર પણ લખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઇતિહાસમાં પણ પદ્માવતીના જોહર વિશે અનેક જગ્યાએ વાંચવા મળે છે. રાજપૂત મહિલાઓ ત્યારે જોહર કરતી હતી જ્યારે કોઇ યુદ્ધમાં તેમની સેનાએ હારનો સામનો કરોવ પડે. તેની પાછળનું કારણ હતું દુશ્મન સેનાથી પોતાની જાતની રક્ષા કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવી. ઇતિહાસમાં સૌંદર્ય અને સૂઝબૂઝ ઉપરાંત રાણી પદ્માવતીએ પણ આ જ જોહરની પરંપરા નિભાવવી પડી હતી.
તેવું પણ કહેવામાં આવે છે કે આ કુંડ સુધી અલાઉદ્દીન ખિલજી પહોંચે તે પહેલાં જ સૌંદર્યની પ્રતિમૂર્તિ પદ્માવતી બળીને રાખ થઇ ગઇ હતી. માનવામાં આવે છે કે આ કુંડ માંથી આવતી મહિલાઓની ચીસોનો અવાજ એટલો હતો કે ખિલજીએ હંમેશા માટે આ કુંડ બંધ કરાવી દીધો હતો.
ઇતિહાસમાં કેટલીક જગ્યાએ વર્ણન કરવામાં આવ્યું છે કે ચિત્તૌડના રાજાએ પોતાના પ્રાણોની આહુતિ આપનાર આ બહાદુર મહિલાઓના માનમાં આ કુંડ ફરીથી ખુલ્લો મુક્યો હતો.
પદ્માવતની રીલીઝને લઇને દેશભરમાં સખત વિરોધ કરવામાં આવ્યો. મલિક મોહમ્મદ જાયસીના કાવ્ય ગ્રંથમાં વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે રાજ્ય માંથી હાંકી કઢાયેલા એક શખ્શે ખિલજી સામે પદ્માવતીની સુંદરતાંનું વર્ણન કર્યું હતુ અને રાણીને મેળવવાની લાલચમાં તે સમયે દિલ્દીના સુલતાને ચિત્તૌડને ઘેરીને છળકપટથી રાજા રતનસિંહને કેદ કરી લીધાં હતા.
કહેવામાં આવે છે કે રાણી પદેમાવતી યુદ્ધ કૌશલ્યમાં પણ પારંગત હતી. એવો ઉલ્લેખ પણ છે કે તે તસવારબાજીમાં પણ નિપુણ હતી. તસવીરમાં જે મહેલ છે તે રાણી પદ્માવતીનો હતો તેવી માન્યતા છે.