પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટા ફેરબદલના સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસ સુત્રો અનુસાર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને એક્ટિગ પ્રેસિડેન્ટ અથવા વર્કિગ પ્રેસિડેન્ટ બનાવવામાં આવી શકે છે. આટલુ જ નહી આવનારા કેટલાક મહિનામાં કોંગ્રેસ પાર્ટી નવો અધ્યક્ષ ચૂંટવાની પ્રક્રિયા શરૂ કરી દેશે.
કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક બોલાવવામાં આવશે, તે બાદ મોટા ફેરબદલ થઇ શકે છે. તે બાદ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટવા માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સેશન ઓગસ્ટ મહિનામાં મળી શકે છે.
કમલનાથને કોંગ્રેસ સંગઠનમાં મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. કમલનાથની કોંગ્રેસના તમામ તબક્કામાં સારી પકડ છે. જેને ધ્યાનમાં રાખીને એક્ટિગ પ્રેસિડેન્ટ અથવા વર્કિગ પ્રેસિડેન્ટ પણ બનાવવામાં આવી શકે છે.
સુત્રોની માનીએ તો કમલનાથ કોષાધ્યક્ષના પદ માટે વધુ ઉત્સુક નથી. તે પાર્ટી સંગઠનમાં મોટી જવાબદારી નીભાવવા માટે પોતાની રજા આપી શકે છે. કમલનાથે સોનિયા ગાંધી દિલ્હીમાં મુલાકાત કરી હતી, આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા.