LIVE: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ 2018, કોની બની રહી છે સરકાર!

કર્ણાટકવિધાનસભા ચૂંટણી પરિણામ 2018 માટે મતગણતરી સવારે 8 કલાકે શરૂ થશે. ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાનો અંદાજ લગાવાવમાં આવ્યો છે. એવામાં પૂર્વ પીએમ એચડી દેવગૌડાની જેડીએસ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. રાજ્યની 224 સભ્યોની વિધાસનભાની 222 સીટ પર 12 મેના રોજ 72.13 ટકા મતદાન થયું હતું. આર.આર. નગર સીટથી ચૂંટણીમાં ગોટાળાની ફરિયાદ બાદ મતદાન રોકી દેવામાં આવ્યું હતું. જયનગર સીટ પર ભાજપના ઉમેદવારનું નિધન થવાને કારણે મતદાન ટાળવામાં આવ્યું હતું.
કર્ણાટક વિધાનસભા 2013.
- કોંગ્રેસઃ 122 સીટ
- ભાજપઃ 40 સીટ
- JD(S): 40 સીટ
- KJP: 6 સીટ
- અન્યઃ 16 સીટ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી – 2018
દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો