કેરળમાં આવેલા પૂરથી લાખો લોકો ઝઝૂમી રહ્યો છે. હજારો લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ હજારો લોકો ફસાયા છે. એનડીઆરએફથી લઈને નૌકાદળ અને સામાન્ય લોકો દરેક પીડિતોની મદદમાં લાગેલા છે. બીજી તરફ હૃદયને સ્પર્શી લેનારા વીડિયોઝ અને ફોટોઝ પણ સામે આવ્યા છે, પરંતુ એનડીઆરએફના એક જવાનનો સેવા માટે સમર્પણનો આ વીડિયો નિશબ્દ કરી દેનારો છે.
ફેસબુક પર શેર કરાયેલા આ 16 સેકન્ડના વીડિયોમાં કંઈક એવું છે, તમે વારંવાર જોશો. પાણીની વચ્ચે એનડીઆરએફની બોટ છે. બોટ પર લાઈફ જેકેટ્સ પડ્યા છે. મહિલાઓએ બોટમાં બેસવા જઈ રહી હતી, પરંતુ પાણી વધુ હોવાથી બોટમાં બેસી શકતી ન હતી. ત્યારે, એનડીઆરએફનો એક જવાન પગથિયાંની જેમ પાણીમાં સૂઈ ગયો અને મહિલાઓ તેની પીઠ પર પગ મૂકીને બોટ સુધી પહોંચે છે. પાણી એ જવાનના મોંને સ્પર્શી રહ્યું છે, પરંતુ તે પોતાના કર્તવ્ય પથ પરથી ડગતો નથી.
આ વીડિયોને હજારો વખત શેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કેરળમાં પૂરનું કારણ 11 જિલ્લામાં લાખો લોકો બેઘર થઈ ગયા છે. એનડીઆરએફએ અત્યાર સુધીમાં 10,000 લોકોને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડ્યા છે. રાહત એજન્સીએ તેને અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન જણાવ્યું છે. 8 ઓગસ્ટથી લઈને અત્યાર સુધી રાજ્યમાં 194 લોકોના મોત થઈ ચૂક્યા છે.
એનડીઆરએફના પ્રવક્તાએ જણાવ્યું કે, કેરળમાં 58 ટીમો બનાવાઈ છે, જેમાં દરેક ટીમમાં 35-40 રાહત કાર્યમાં જોડાયેલા છે. આ ટીમોએ અત્યાર સુધી 194 લોકો અને 12 પ્રાણીઓને બચાવાયા છે, જ્યારે કે 10,467 લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડાયા છે.
મુખ્યમંત્રી પિનરઈ વિજયન મુજબ, પૂરથી 19,512 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યના 11 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરી દેવાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શનિવારે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી અને 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી. તે ઉપરાંત દિલ્હી, હરિયાણા, બિહાર, ઝારખંડ, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓએ પણ મદદની જાહેરાત કરી છે.