વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત

વાયનાડ: કેરલના વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક મંગળવારે સવારે કેટલાય પહાડી વિસ્તારમાં ભારે ભૂસ્ખન થયું. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુંદકઈ અને ચૂરલમાલામાં બે ભીષણ ભૂસ્ખન થયા છે. ચૂરલમાલા શહેરમાં અનેકો ઘર, ગાડી અને દુકાનો પાણીમાં ડૂબી ગયા છે. મરનારા લોકોની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. તો વળી સૈંકડો લોકો હજુ પણ ફસાયેલા છે. ઘટનાસ્થળ પર રેસ્ક્યૂની ટીમ પહોંચી ગઈ છે. સતત વરસાદના કારણે રેસ્કયૂ ટીમને બચાવ કાર્યમાં તકલીફો આવી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ ઘટના બાદ કેરલના સીએમ સાથે વાત કરી છે. તેમને દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. પીએમઓ ઓફિસે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી દરેક મૃતકના પરિવાર માટે વળતરની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મરનારા લોકોના પરિવારને 2 લાખની સહાય આપશે, તો વળી ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપશે.

સેનાના જવાનો પણ મદદ માટે પહોંચ્યા

કેરલ રાજ્ય આપદા પ્રબંધ પ્રાધિકરણે જણાવ્યું છે કે, પ્રભાવિત વિસ્તારમાં અગ્નિશમન અને એનડીઆરએફની ટીમો તૈનાત કરી છે. સાથે જ એક વધારાની એનડીઆરએફ ટીમ મોકલી છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ દુર્ઘટના પર ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, હું વાયનાડના મેપ્પાડી નજીક થયેલા ભીષણ ભૂસ્ખલનમાં તબાહી જોઈને ખૂબ જ દુખી છે. મારી હાર્દિક સંવેદનાઓ અને પ્રાર્થના એ તમામ લોકો સાથે છે. જેમણે પોતાના પરિવારના લોકો ખોઈ દીધા છે. હું આશા કરુ છું કે ,તમામને ફટાફટ સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવે છે. હું સરકારને રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આગ્રહ કરુ છું. હું યૂડીએફ કાર્યકર્તાઓને અનુરોધ કરુ છું કે, તેઓ ત્રાસદીથી પ્રભાવિત તમામ લોકોને મદદ અને સાંત્વના માટે આગળ આવે.

Scroll to Top