ગુજરાતી કલાકાર કીર્તીદાન ગઢવી તાલે અમેરિકાના લોકો થયા દીવાના, કર્યો ડોલરનો વરસાદ

અમેરિકાની ધરતી પર રાજકોટના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી જબરદસ્ત જલવો જોવા મળ્યો છે. અમેરિકામાં ગરબાનું અદભૂત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકપ્રિય ગરબા સાંભળી અમેરિકી ગુજરાતીઓ કોરોના મહામારીનું દુ:ખ અને વ્યથા ભૂલી જતા કિર્તીદાન પર ડોલરનો વરસાદ કરવામાં લાગ્યા હતા.

જ્યારે જાણકારી સામે આવી છે કે, કીર્તિદાન ગઢવી એન્ડ ટીમ દ્વારા દોઢ મહિના સુધી શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં ગરબાનું આયોજન કરવામાં આવશે. જેમાં નવલી નવરાત્રિનો તહેવાર નજીક છે અને ખેલૈયાઓ ગરમે ઘૂમવા માટે આતુર રહેલા છે.

નવરાત્રિનો તહેવાર અને સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશ પૂરતો જ મર્યાદિત નથી પરંતુ તેને વિદેશમાં પણ જોરશોરથી ઉજવવામાં આવી રહ્યો છે. રાજકોટના લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવીએ કોરોનાની કપરી સ્થિતિનો સામનો કરી રહેલા અમેરિકી ગુજરાતીઓને ગરબાની તાલે ડોલાવતા જોવા મળ્યા છે. તેની સાથે કીર્તિદાન ગઢવી લાંબા સમય બાદ અમેરિકાની ધરતી પર ગરબાને તાલે લોકોને રંગવા માટે પહોંચ્યા છે.

અમેરિકાના વિવિધ શહેરોમાં પ્રિ-નવરાત્રી અને નવરાત્રીના દિવસોમાં ગુજરાતીઓને ગરબા રમાડવા માટે કીર્તિદાન ગઢવી એન્ટ ટીમ અમેરિકા પહોંચેલી છે જ્યારે દોઢ મહિના રોકાણ બાદ રાસ-ગરબા તેમજ ડાયરાના કાર્યક્રમથી લોકોને મોજ કરાવતા જોવા મળશે. તેની સાથે જ કોરોના મહામારીના દોઢ વર્ષ બાદ વિદેશની ધરતી પર ગુજરાતી ગાયક પહોંચેલા છે.

કીર્તિદાન ગઢવી દ્વારા અમેરિકાના શિકાગો શહેરથી પ્રિ-નવરાત્રિનો પ્રારંભ કરાવી દેવામાં આવ્યો છે. તેમણે શિકાગોમાં સૂરતાલને સથવારે ગુજરાતીઓને ગરબે રમવા મજબૂર કરી દીધા હતા. અહીં રહેનાર અમેરિકી ગુજરાતી લોકો દ્વારા કીર્તિદાન પર ફિદા થઈ જતા ડોલર પણ ઉડાવવામાં આવ્યા હતા.

જેમાં અમેરિકાના અલગ-અલગ શહેરો જેવા કે શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં કીર્તિદાન એન્ડ ટીમ દોઢ મહિનો રોકાશે અને આ દરમિયાન ગરબા મહોત્સવ તેમજ ડાયરાનું પણ આયોજન કરવામાં આવશે.

ગુજરાતમાંથી એકમાત્ર લોકગાયક કીર્તિના ગઢવી પોતાની ટીમ સાથે વિદેશની ધરતી પર દોઢ મહિના માટે પહોંચેલા છે. અમેરિકા પહોંચેલા કીર્તિદાન ગઢવીના મધૂર સૂરની માંગ યુએઈમાં પણ કરાઈ રહી છે અને આગામી 5 અને 6 ઓક્ટોબર દરમિયાન કીર્તિદાન એન્ડ ટીમ દુબઈમાં પ્રિ-નવરાત્રિ ગરબા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપનાર હોવાનું જાણકારી મળી છે.

Scroll to Top