જો તમે તમારા દીકરી માટે પૈસા બચાવા માંગો છો તો તમારા માટે LIC ની એક શાનદાર ઓફર વિશે જરૂર જાણી લો. કેમકે તમે પોતાની પુત્રીના શાનદાર ભવિષ્ય માટે તેમાં રોકાણ કરી શકો છો. આજે અમે તમને LIC ની એક એવી શાનદાર પોલીસી વિશેમાં જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં તમારી પુત્રીનું ભવિષ્ય સુરક્ષિત બની શકે છે.
દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની Life Insurance Corporation of India એ તેના માટે એક ખાસ સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમનું નામ LIC Kanyadaan policy રહેલું છે. LIC ની આ સ્કીમ ઓછી આવકવાળા માતાપિતાને તેમની પુત્રીઓના લગ્ન માટે ભંડોળ એકઠું કરવામાં તમારી મદદ કરશે. તેમાં પુત્રીના એકાઉન્ટમાં ૨૨ લાખ રૂપિયા જમા થશે.
LIC ની આ નીતિ મુજબ તમારે દરરોજના માત્ર 150 રૂપિયા જ રોકાણ કરવા પડશે. જેમાં જ્યારે તમારી પુત્રીના લગ્ન કરવાના થશે ત્યારે તમને ૨૨ લાખ રૂપિયા મળી જશે. આ કારણોસર પોલિસી ખૂબ જ ફાયદાકારક છે. તેની સાથે આ પોલીસી લીધા બાદ જો પિતાનું મોત નીપજે છે, તો તમારે રોકાણ કરવું પડશે નહીં. પોલીસી તે જ રીતે ચાલુ રહેશે. તેની સાથે પિતાના મોત બાદ તાત્કાલિક 10 લાખ રૂપિયા મળી જશે. આ સિવાય જો પિતાનું મોત એકસીડન્ટમાં કારણે થઇ જાય તો 20 લાખ રૂપિયા મળી જશે..
આ પોલીસીની ખાસ વાત એ પણ છે કે, જ્યાં સુધી પુત્રીના લગ્ન થશે નહીં ત્યાં સુધી અભ્યાસ અથવા બીજા ખર્ચ માટે 1 લાખ રૂપિયા તમને મળતા રહેશે. તેની સાથે પોલીસી પણ ચાલુ રહેશે. જ્યારે આ પોલીસી વિશેમાં વધુ જાણકારી LIC ની વેબસાઈટ પર વિઝીટ કરી મેળવી શકો છો. આ સિવાય નજીકના LIC એજેન્ટથી સંપર્ક કરી જાણકારી મેળવી શકો છો.