ગુજરાતમાં એક્ઝિટ પોલના પરિણામો બાદ કોની બનશે સરકાર? જાણો અહીં આંકડા

ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાઇ. જેનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ત્યારે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન મોટા ભાગે પૂર્ણ થઈ ગયું છે. પાપ્ત માહિતી અનુસાર બીજા તબક્કામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, સૌથી વધારે અંદાજે 68 ટકા મતદાન સાબરકાંઠા નોંધાયો છે તેમજ સૌથી ઓછું અંદાજે 57 ટકા મતદાન દાહોદમાં નોંધાયું છે. વિગતે જણાવીએ તો, બનાસકાંઠામાં અંદાજે 66 ટકા, પાટણમાં અંદાજે 61 ટકા અને મહેસાણામાં અંદાજે 62 ટકા તો અરવલ્લીની વાત કરીએ તો ત્યાં અંદાજે 65 ટકા મતદાન નોંધાયું છે. ગાંધીનગરમાં અંદાજે 63 ટકા જ્યારે અમદાવાદમાં અંદાજે 55 ટકા અને આણંદમાં 64 ટકા, ખેડામાં 64 ટકા અને મહિસાગરમાં અંદાજે 59 ટકા જ્યારે પંચમહાલમાં 64 ટકા તેમજ વડોદરામાં અંદાજે 60 ટકા, છોટા ઉદેપુરમાં અંદાજે 65 ટકા મતદાન નોંધાયું છે. તમને જણાવી દઈએ કે આ તમામ આંકડામાં હજુ ફેરફાર થઈ શકે છે અને પહેલા તબક્કામાં 63.71 ટકા મતદાન થયું હતું

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. દક્ષિણ ગુજરાતની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં ઓછું મતદાન થયું હતું. સૌથી વધુ 78.24 ટકા મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું હતું. બીજા નંબરે તાપી જિલ્લામાં 76.91 ટકા મતદાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી વધુ 69.65 ટકા મતદાન નોંધાયું જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા મતદાન નોંધાયું હતું.

Scroll to Top