શા માટે ઉજવવામાં આવે છે નવરાત્રિ? શું છે નવરાત્રિ ઉજવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ?

શું તમે જાણો છો કે નવરાત્રિનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? તેની પાછળ શું માન્યતા છે? સદીઓથી આપણે અલગ-અલગ રીતે આ તહેવાર ઉજવતા આવ્યા છીએ, પરંતુ આ નવરાત્રિની પાછળની સાચી કહાની શું છે? તેની સાથે જોડાયેલી એક પૌરાણિક કથા આપણા પુરાણોમાં બતાવી છે. તે સિવાય તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે, આજે જાણો નવરાત્રિની વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ-

ધાર્મિક મહત્વઃ

મહિષાસૂર નામનો એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસ હતો. તે અમર થવા માગતો હતો અને તેની ઈચ્છા પૂરી કરવા માટે તેને બ્રહ્માની કઠોર તપસ્યા કરી હતી.

બ્રહ્માજી તેની તપસ્યાથી ખુશ થયા અને તેને દર્શન આપીને કહ્યું કે તેને જે પણ વરદાન જોઈએ તે માંગી શકે છે. મહિષાસૂરે પોતાના માટે અમર થવાનું વરદાન માગ્યું.

મહિષાસૂરની આ વાતને સાંભળીને બ્રહ્માજી બોલ્યા જે આ પ્રકારે સંસારમાં પેદા થયો છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. એટલા માટે જીવન અને મૃત્યુને છોડીને મનમાગ્યું વરદાન માંગ.

એવું સાંભળીને મહિષાસૂરે કહ્યું- ઠીક છે પ્રભુ, પછી મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન તો કોઈ દેવતા કે અસૂરના હાથે થાય કે ન કોઈ મનુષ્યના હાથે. જો થાય તો કોઈ સ્ત્રીના હાથે થાય.

મહિષાસૂરની આવી વાત સાંભળીને બ્રહ્માજીએ તથાસ્ુત કહ્યું અને અદ્રશ્ય થઈ ગયા. ત્યારબાદ તો મહિષાસૂર રાક્ષસોનો રાજા બની ગયો અને તેને દેવતાઓ ઉપર આક્રમણ શરૂ કરી દીધું.

દેવતાઓને એકજુટ થીને મહિષાસૂરનો સામનો કર્યો પરંતુ નિષ્ફળતા મળી ત્યારબાદ વિષ્ણુ અને શિવે પણ મહિષાસૂરને મારવા માટે પ્રયાસ કર્યો પરંતુ તેઓ પણ મારી શક્યા નહતા. તેથી દેવલોક પર મહિષાસૂરનું આધિપત્ય થઈ ગયું હતું.

મહિષાસૂરથી રક્ષણ મેળવા માટે બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુની સાથે જ શક્તિની આરાધના કરી. એ બધાના શરીરથી એક દિવ્ય રોશનિ નિકળી જેમાંથી એક ખૂબ જ સુંદર અપ્સરાના રૂપમાં દેવી દુર્ગાએ સ્વરૂપ ધારણ કર્યું.

દેવી દુર્ગાને જોઈને મહિષાસૂર તેની પર મોહિત થઈ ગયો અને તેના સાથેલગ્ન કરવાનો પ્રસ્તાવ મોકલ્યો. વારંવાર તે આ પ્રયત્ન કરતો રહ્યો.

દેવી દુર્ગા માની ગઈ પરંતુ એક શરત પર તેને કહ્યું કે મહિષાસૂરે તેની સાથે લડાઈમાં જીતવું પડશે. મહિષાસૂર માની ગયો અને પછી લડાઈ શરૂ થઈ જે 9 દિવસ સુધી ચાલી. દસમા દિવસે દેવી દુર્ગાએ મહિષાસૂરનો અંત કરી દીધો અને ત્યારથી નવરાત્રિનું પર્વ મનાવવાની શરૂઆત થઈ.

નવરાત્રિ મનાવવાનું વૈજ્ઞાનિક કારણ

નવરાત્રિ મનાવવાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. વર્ષના બંને મુખ્ય નવરાત્રિઓ પર સામાન્યરીતે સંધિકાળ હોય છે બે ઋતુઓ સમ્મિલનમાં આ પર્વ ઉજવાય છે.

જ્યારે ઋતુઓનો સંધિકાળ હોય છે ત્યારે સાનાન્ય રીતે શરીરમાં વાત, કફ, પિત્તનું સમાયોજન વધ-ઘટ થાય છે. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે.

એટલા માટે નવ દિવસ જાપ, ઉપવાસ, સાફ-સફાઈ, શારીરિક શુદ્ધિ, ધ્યાન, હવન વગેરે કરવામાં આવે છે તો વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. તેનાથી આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here