કેનેડામાં બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરતાં ગુજરાતી યુવકે મિત્રો સાથે હસતા-રમતાં બનાવેલા વીડિયોએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો છે. મૂળ જામનગરના જામજોધપુરના માંડાસણ ગામના યુવક ક્રિશે રમત-રમતમાં બનાવેલા કેનેડાની લાઇફસ્ટાઇલના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થઇ ગયા હતા
આ વીડિયો લોકોએ એટલાં પસંદ કર્યા કે, ક્રિશને લોકોએ મેસેજ કરીને સવાલો પુછ્યાં હતા કે ખરેખર કેનેડામાં આવું છે? પોતાના ત્રણ વીડિયોને ક્રિશે માત્ર મિત્રો સાથે મસ્તી કરવા માટે બનાવ્યા હતા. આટલા સારાં પ્રતિસાદ બાદ ક્રિશને ચોથો વીડિયો બનાવ્યો છે જેમાં કેનેડામાં ખરેખર જલસા છે અને તે મોજથી રહે છે તેવો વીડિયો બનાવવો પડ્યો હતો.
વાયરલ થયેલ વિડીયો 2 :
લોકોએ કર્યા સવાલ – કેનેડામાં આવવું કે નહીં?
– આ વીડિયોમાં ક્રિશ કહે છે કે, તમે લોકોએ રાતોરાત મારાં વીડિયોને વાઇરલ બનાવી દીધો. આ રમત-ગમતમાં બનાવેલા વીડિયોના કારણે લોકો ખરેખર મને પુછવા લાગ્યા છે કે,
કેનેડામાં ખરેખર કેવું છે? ત્યાં આવવું કે નહીં?
– ક્રિશે વીડિયોમાં કહ્યું કે, પહેલાં વીડિયોમાં મેં કેનેડાની નહીં પણ મારી લાઇફસ્ટાઇલ વિશે કહ્યું હતું. પોતાના વતન અને ઘરમાં આપણે જે રાજાશાહી ભોગવી હોય તો વિદેશમાં આવ્યા પછી જ્યારે આપમેળે જ બધા કામ કરવાના થાય ત્યારે આવું જ થાય.
વાયરલ થયેલ વિડીયો 2 :
– ક્રિશે લોકોને કેનેડા આવવાનું પણ આમંત્રણ આપ્યું છે, તેણે કહ્યું કે, તમારે કેનેડા આવવું હોય તો ચિંતા ના કરો અને આવી જાવ. મારાં તમામ વીડિયોને આટલાં પસંદ કરવા બદલ ધન્યવાદ અને હવે આગળ પણ આવા મસ્તીભર્યા વીડિયો હું પોસ્ટ કરતો રહીશ.
– ક્રિશે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો હતો. ક્રિશના વીડિયો વાઇરલ થતાં તેના ફૉલોઅર્સની સંખ્યામાં પણ વધારો થયો હતો. હાલ તેના 4 હજારથી વધુ ફૉલોઅર્સ છે.
વાયરલ થયેલ વિડીયો 3 :
કેવી રીતે આવ્યો વીડિયો બનાવવાનો વિચાર?
– એક ન્યૂઝચેનલ સાથે વાત કરતા ક્રિશે જણાવ્યું કે, અમારી ગ્રોસરી પતી જતાં મિત્રો સાથે લેવા ગયા હતા. કેનેડામાં અડધા કલાકે એક બસ આવે છે. અચાનક જ વિચાર આવ્યો કે બસની રાહ નથી જોવી ચાલતા જ ઘરે જઇએ.
– આ દરમિયાન મિત્રને કહ્યું કે, મોબાઇલ બહાર કાઢ અને વીડિયો બનાવ. બસ આ વીડિયો મિત્રો પાસેથી વોટ્સએપમાં ફરતો થયો અને વાઇરલ થઇ ગયો