“ડોનાલ્ડ ટ્રમ્પ” હવે વેચી રહ્યા છે “ગુલ્ફી” – જૂઓ આ ફની વાયરલ વિડીયો

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યાં સુધી તેઓ કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતા હતા. હવે જ્યારે તેઓ આ પદ પર નથી ત્યારે ફરીએકવાર તેમની ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર સામાન્યરીતે જાણિતી હસ્તીઓના હમશકલના ફોટોગ્રાફ્સ અને વિડીયો વાયરલ થતા હોય છે.

ત્યારે આ વખતે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો હમશકલ ચર્ચામાં છે. ટ્રમ્પનો આ હમશકલ પાકિસ્તાનમાં મળ્યો છે. અને ગુલ્ફી વેચવાનું કામ કરી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ હમશકલનો ગુલ્ફી વેચવાનો અંદાજ પણ અનોખો છે. તે ગીત ગાઈને ગુલ્ફી વેચે છે. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર જે વિડીયો સામે આવ્યો છે તેમાં કુર્તો અને પાયજામો પહેરેલો એક શખ્સ દેખાઈ રહ્યો છે અને તે ગીત ગાતા-ગાતા ગુલ્ફી વેચી રહ્યો છે. લોકોએ તેના યૂનિક અવાજને ખૂબ પસંદ કર્યો છે. પરંતુ સૌથી વધારે તો લોકોને તેને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રસખાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તે ટ્રમ્પનો ડોપલગૈંગર છે. ટ્રમ્પના આ હમશકલનો વિડીયો પાકિસ્તાની ગાયક અને ગીતકાર શહજાદ રોયે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

23 સેકન્ડના વિડીયોમાં ગુલ્ફી વેચનારા વડિલ હકીકતમાં Albinism નામની બિમારીથી પીડિત છે. તેમાં ત્વચાનો રંગ સફેદ પડવા લાગે છે. વિડીયો શેર કરતા રોયે આ વડિલના વખાણ કર્યા અને લખ્યું કે, “વાહ ગુલ્ફી વાળા ભાઈ શું વાત છે”

સોશિયલ મીડિયા પર આ વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિ પાકિસ્તાની છે અને ત્યાં ગુલ્ફી વેચી રહ્યો છે. ઈન્ટરનેટ પર આ દાદા રાતોરાત સ્ટાર બની ગયા છે.

Scroll to Top