બિહાર આવ્યા પહેલા જ લાલુ પ્રસાદે કરી મોટી જાહેરાત, ખૂબ જ જલ્દી લેશે જીલ્લાની મુલાકાત

છેલ્લા થોડા મહિનાથી રાજનીતિથી દૂર બિહારના પૂર્વ વડા પ્રધાન લાલુ પ્રસાદ યાદવ વાપસી માટે લગભગ તૈયાર થઈ ગયેલા જોવા મળી રહ્યું છે. થોડા દિવસ અગાઉ તેમના પુત્ર અને બિહાર વિધાનસભાના નેતા પ્રતિપક્ષ તેજસ્વી પ્રસાદ યાદવ લાલુ પ્રસાદ યાદવના સ્વાસ્થ્યના સંબંધિતને લઈને માહિતી આપવામાં આવી હતી.

તેમણે કહ્યું છે કે, પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ જલ્દી બિહાર પરત ફરી શકે છે. જ્યારે હવે લાલુ પ્રસાદ યાદવ દ્વારા જાહેરાત કરી દેવામાં આવ્યું છે કે, તેઓ જલ્દી જ બિહાર આવશે અને તમામ જિલ્લાની મુલાકાત પણ લેશે.

રાષ્ટ્રીય જનતા દળ દ્વારા પોતાના કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવા માટે બે દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવ્યું છે. બુધવારના આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ દ્વારા કાર્યકર્તાઓને વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા સંબોધિત પણ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન લાલુ યાદવ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જલ્દી દિલ્હીથી બિહાર આવશે અને દરેક જિલ્લાની મુલાકાત પણ લેવાના છે. તેમણે જણાવ્યું છે કે, સમગ્ર રીતે સ્વસ્થ થઈને હુ જલ્દી જ બિહાર પરત ફરીશ. બિહાર આવ્યા બાદ હુ દરેક જિલ્લાની મુલાકાત પણ કરીશ અને પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ લઈશ.

લાલુ યાદવ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમારી પાર્ટી બિહારમાં સૌથી મોટી પાર્ટી રહેલી છે. મત અમારા ઓછા થતા નથી. જે હારી જાય છે તે પાર્ટી છોડી નાખ છે, જેને ટિકિટ મળતી નથી તે પોતાની જ પાર્ટીના ઉમેદવારને હરાવવામાં લાગી ગયા છે. તેવું થવુ જોઈએ નહીં. આ પ્રકારની વાત પર તેમણે ઘોર આપત્તિ પણ વર્ણવી હતી. તેમણે પ્રશિક્ષણ શિબિરના આયોજનના વખાણ કર્યા અને જણાવ્યું છે કે, આગળ પણ આવા કાર્યક્રમ થવા જરૂરી છે.

Scroll to Top