હરીદ્વારમાં અને વારાણસીમાં ગંગા મૈયાની આરતી કરવામાં આવે છે. ભારત દેશ એક સાંસ્કૃતિક અને પૌરાણીક દેશ છે જ્યાં નદી એક માતા છે અને અહીંયા તેની આરતી થાય છે. હરીદ્વાર અને વારાણસીમાં ગંગા મૈયાની આરતીમાં હજારો અને લાખો લોકો જોડાય છે.
ગુજરાતમાં પણ નર્મદા મૈયાનું ખૂબ મહત્વ છે. નર્મદા મૈયાની પરીક્રમા કરવાનું પણ ખૂબ મહત્વ છે. શાસ્ત્રો તો એવું કહે છે કે, ગંગામાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્ત થવાય પરંતુ નર્મદાના તો દર્શન કરવા માત્રથી જ પાપોમાંથી મુક્ત થઈ જવાય.
ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તેની સાથે સાથે સરકાર દ્વારા આ વિસ્તારનો ધાર્મિક સ્થળ તરીકે પણ આ વિસ્તારમાં વિકાસ થાય તે માટેનું આયોજન હાલમાં થઈ રહ્યું છે. જે અંતર્ગત શુળપાણેશ્વર મંદિરથી સીધા નર્મદા ખાતે જવાય તે માટે પુલ અને રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા કિનારે આવેલું એક અદભૂત પ્રવાસન સ્થળ છે. અને હજી અહીંયા વધારેમાં વધારે લોકો અહીંયા આવે અને અહીંયા અદભૂત રીતે પ્રવાસ કરી શકે તે માટે નવા-નવા પ્રકલ્પો પણ બનાવવામાં આવી રહ્યા છે.
આ સિવાય હવે સરકાર આ વિસ્તારનો ધાર્મિક સ્થળ તરીકે પણ વિકાસ કરવાનું આયોજન કરી રહી છે, જેના ભાગરૂપે ગંગા મહાઆરતી જેવી રીતે હરિદ્ધાર, વારાણસીમાં થાય છે તેવી નર્મદા મહાઆરતી કેવડિયામાં આગામી સમયમાં થશે.