ગીરના જંગલમાં જે એશિયાટીક સિંહો રહે છે તે માત્ર ગુજરાતનું જ પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવ લેવા જેવી બાબત છે. કારણકે આ સાવજો આપણું ઘરેણું છે. પરંતુ ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે, ગુજરાતમાં સિંહો સુરક્ષીત નથી તેવું જણાઈ આવે. કેટલીક વાર સિંહની પજવણીના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે.
થોડા સમય પહેલા તો સિંહના મોતનો આખો સિલસીલો ચાલ્યો હતો. ત્યારે ફરીથી એકવાર કેટલાક સિંહના મોત થયાના કેસ સામે આવ્યા છે. બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન 1 બીમારી સિંહનુ મોત થયું હતું. સિંહના મોતને લઈને વનવિભાગ દ્વારા જાફરાબાદ રેન્જમા સિંહોની તપાસ કરવા આદેશ આપ્યા છે.
ગુજરાતના જૂનાગઢમાં આવેલા ગીરના જંગલમાં છેલ્લા 15 દિવસમાં કુલ 4 જેટલા સિંહોના મોત થયા છે. 4 સિંહોના મોત થતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક આ મામલે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો અનુસાર, આ સિંહોના મોત બીમારીના કારણે થયા હોવાની શક્યતાઓ છે.